Gujarat

મહિલા ભક્તને મોગલ માતાએ દેખાડ્યો એવો પરચો કે મહિલા પહોંચી ગઈ કબરાઉ પોતાની માનતા પૂરી કરવા… ત્યારે મણીધર બાપુએ કહ્યા આ શબ્દો

જે પણ વ્યક્તિ સાચા દિલથી માતા મોગલ ની યાદ કરી અને પોતાની સમસ્યા રજૂ કરે છે તેની તકલીફને માતા પડવારમાં દૂર કરી દે છે. માતા મોગલ ના પરચા નો અનુભવ અત્યાર સુધીમાં અનેક ભક્તો કરી ચૂક્યા છે. માતાના આશીર્વાદથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે.

જે પણ ભક્ત સાચા દિલથી માથા મોગલને યાદ કરે છે તેના જીવનના દુઃખનું અંત આવી જાય છે. આજ સુધી તમે માતા મોગલના પરચા ના ઘણા કિસ્સા સાંભળ્યા હશે ત્યારે આજે તમને આવી જ એક મહિલા ભક્તો વિશે જણાવીએ જેની અશક્ય હોય એવી માનતા એ કલાકોમાં પૂરી કરી દીધી

કબરાવમાં માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવે છે. કબરાઉ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે જે ભક્તોને આશીર્વાદ આપે છે અને માતાએ તેમની માનતા સ્વીકારી તે અંગે આશીર્વાદ વચન કહે છે.

તાજેતરમાં જ અહીં એક મહિલા દર્શન કરવા આવી હતી અને તેણે મંદિરમાં 5000 રૂપિયા ધરાવ્યા. તેણે મણીધર બાપુના આશીર્વાદ લીધા અને પછી આ રૂપિયા તેમના હાથમાં આપ્યા. મણીધર બાપુએ હાથમાં રૂપિયા રાખી અને મહિલાને પૂછ્યું કે તેણે શેની માનતા રાખી હતી.

મહિલાએ જણાવ્યું કે તેના જીવનમાં મોટી સમસ્યા આવી હતી અને તેણે માતાની માનતા રાખી હતી. માનતા રાખ્યા ના ગણતરી ની કલાકોમાં જ તેની સમસ્યા દૂર થઈ ગઈ અને તે તુરંત જ માનતા પૂરી કરવા કબરાઉ પહોંચી છે.આટલી વાત સાંભળીને તને આપેલા 5000 રૂપિયા ઉપર એક રૂપિયા મૂકીને મણીધર બાપુએ તે બહેનને પરત આપી દીધા. સાથે જ કહ્યું કે તેની માનતા માતાજી એ 5000 ગણી સ્વીકારી લીધી છે. તેની ઈચ્છા પૂરી થઈ તે કોઈ ચમત્કાર નથી પરંતુ તેને માતા પર વિશ્વાસ રાખ્યો તેનું ફળ છે.