Gujarat

સ્ત્રી ભુવાના ઘરમાં ક્વોરન્ટીન થઇ, ભુવાએ વિધવા સ્ત્રી સાથે કર્યું એવું કે…

આજના ટેકનોલોજીના યુગમાં પણ ઘણા લોકો તાંત્રિક વિધિઓ પર વિશ્વાસ રાખતા હોય છે. અને ઘણી વખત લોકોને તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખવું ભારે પણ પડે છે. આવું જ કંઇક છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં બન્યું છે. જ્યાં સંખેડા તાલુકાના એક ગામમાં વિધવા સ્ત્રી પર ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન પતિનું અવસાન થતા 32 વર્ષીય મહિલા તેની બે બાળકીઓ તેમજ સાસુ સાથે રહેતી હતી. અને નિયમિત ગામમાં આવેલ મંદિરમાં જતી હતી. જેને કારણે ત્યાંના ભુવા સાથે મહિલાને ઘર જેવો સંબંધ બંધાયો હતો. ભુવાએ વિધવા સ્ત્રીને કહેલું કે, મારા શરીરમાં તારો પતિ આવે છે, આપણે ફૂલહાર કરવા પડશે’ એમ કહી ભુવાએ વિધવા સ્ત્રી સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચર્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુવાજી તરીકે પોતાની ઓળખ આપનાર જીતેન્દ્ર ઉર્ફે લાલભાઈ સંખેડા તાલુકાના એક ગામમાં છે.તેની ભુવાગીરી પર લોકો વિશ્વાસ રાખતા તેમજ ગામના મંદિરે દર્શન કરવા જતા લોકો આ ભુવાના સંપર્કમાં આવતા હતા. એજ રીતે આ સ્ત્રી પણ નિયમિત તેના પતિ સાથે મંદિર જતી હોવાના કારણે ભુવાના સંપર્કમાં આવી હતી. જોકે, આ સ્ત્રીના પતિનું ગત વર્ષે કોરોના સંક્રમિત થતા મોત નિપજ્યું હતુ. અને આ સ્ત્રી 32 વર્ષની નાની ઉંમરમાં જ વિધવા બની ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, પતિના અવસાન બાદ આ વિધવા બનેલ સ્ત્રીને બે બાળકીઓ હોવાથી તે તેની સાસુ સાથે ગામમાં જ રહેતી હતી. આ દરમિયાન વિધવા સ્ત્રી ઉત્તરાયણના તહેવાર સમયે કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. ત્યારે પાખંડી ભુવાએ કોરોનાનો ચેપ ઘરમાં અન્ય લોકોને ન લાગે તે માટે વિધવા સ્ત્રીને તેના ઘરે ઉપરના માળે રૂમ છે ત્યાં ક્વોરન્ટીન થવા માટે કહ્યું હતુ.” ભુવા સાથે સ્ત્રીના ઘર જેવા સંબંધ હોવાથી આ સ્ત્રી ભુવાના ઘરે જ ક્વોરન્ટીન થઇ હતી.

સ્ત્રી ભુવાના ઘરમાં ક્વોરન્ટીન થઇ તેના બીજા જ દિવસે ભુવાજી તે વિધવા સ્ત્રીના રૂમમાં જઈને તેણે સ્ત્રી સાથે જબરજસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતુ. ભુવાજીએ આ ઘટના બાદ ધમકી આપી હતી કે, “જો તું આ વાત કોઇને કહીંશ તો તને મારી નાખીશ. આ સિવાય એમ પણ કહ્યું હતું કે, મારા શરીરમાં તારો પતિ આવે છે. માટે આપડે હવે ફુલહાર કરવો પડશે. અને જો તું આમ નહીં કરે તો તારા ઘરમાંથી કોઇ એક સભ્યનું મોત થશે અને 28 જાન્યુઆરી 2022ના રોજ મારુ પણ મૃત્યુ થશે”.

નોંધનીય છે કે, વિધવા સ્ત્રીએ ભુવાની તમામ વાતો પર વિશ્વાસ કરીને તેની સાથે ફુલહાર કરી લીધા હતા. ત્યારે વિધવા સ્ત્રીના પિતાને આ વાતની જાણ થતા થતાં તેઓ તાત્કાલિક અસરથી ગામમાં આવી પહોંચ્યાં હતા. અને વિધવા સ્ત્રીના પિતાએ ભુવાની હરકતને ખોટી હોવાનુ જણાવી હતી. તેમ છતાં ભુવો માન્યો નહી. તેમજ ભુવાની પત્નીએ કહ્યું કે, અમે બે બહેનોની જેમ હળીમળીને સાથે રહીશું. આ સાંભળી વિધવા સ્ત્રીના પિતાની આંખો ચાર થઇ હતી. અને તેમણે છેલ્લે પોતાની દીકરીની ઇચ્છા પૂછતા પીડિતાએ ભુવાને છોડીને પિતા સાથે રહેવા માટેની સંમતી દર્શાવી હતી.

તમને જણાવી દઈએ કે, ભુવાની ચુંગાલમાંથી પીડિતા બહાર તો નીકળી ગઇ પરંતુ, ભુવાએ તેની સાથે જે કર્યું હતું તેને કારણે વિધવા સ્ત્રી આઘાતમાં સરી ગઇ હતી. અને આ સ્ત્રી પિતાના ઘરે જતા સમયે તેને સાસરીમાંથી દવાની એક બોટલ પોતાની સાથે લઇ ગઈ હતી. અને તેણે દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તેની તબીયત લથડી પડી હતી. જેથી તેણીને તાત્કાલિક અસરથી શહેરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું. ત્યારે પોલીસે ભુવાગીરી કરતા જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ સામે બળાત્કારનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.