Bollywood

ગમગીની ના વાતાવરણમાં મલાઇકા અરોરાએ શેર કર્યો બિકિની ફોટો, લોકો સંભળાવ્યું ખરું-ખોટું

બૉલીવુડની ફિટનેસ કવીન મલાઇકા અરોરા અવારનવાર પોતાના હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે દર બીજા દિવસે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વિડીયો શેર કરતી રહી છે. તે પોતાના ચાહકોને ઇમ્પ્રેસ કરવા માટેનો એકપણ મૌકો છોડતી નથી. હવે એવામાં હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાનો એક બિકિની ફોટો શેર કર્યો છે. પણ મલાઇકાને પોતાના આ ફોટો માટે વખાણ ઓછા અને ગાળો વધારે મળી છે.

સ્વર કોકિલા લતા મંગેશકરનું રવિવારે અવસાન થયું. આવી સ્થિતિમાં, રાજકીય હસ્તીઓથી લઈને ટીવી અને બોલિવૂડ સેલેબ્સ લતા તાઈના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને ભીની આંખો સાથે તેમને વિદાય આપી રહ્યા છે. આ સમયે લતા મંગેશકરના નિધનથી દરેક લોકો શોકમાં છે, ત્યારે મલાઈકાએ આ શોક પછી ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક હોટ ફોટો શેર કર્યો છે. આ અંધકારમય વાતાવરણમાં મલાઈકા અરોરાને શ્રદ્ધાંજલિ આપવાને બદલે લોકોએ બિકીની ફોટો શેર કરવાનું પસંદ કર્યું ન હતું.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા પૂલ પાસે બિકીની પહેરીને બોલ્ડલી પોઝ આપી રહી છે. તે ઓરેન્જ બિકીની પહેરીને પૂલ કિનારે સૂતી જોવા મળે છે. આ તસવીરમાં તે ચશ્મા પહેરીને ઠંડક કરતી જોવા મળી રહી છે. તસવીરમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે અને ચાહકો પણ તેને આ સ્ટાઈલમાં પસંદ કરી રહ્યા છે. પરંતુ ચાહકોને મલાઈકાની આજની આ સ્ટાઈલ પસંદ નથી આવી.

લોકો અભિનેત્રીની આવી ફોટો શેર કરવા પર ખરી ખોટી સાંભળવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું હતું કે ‘આજના દિવસે તો આ ફોટો રહેવા દેતી’ તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, ‘બૉલીવુડથી તારી ઓળખાણ છે અને ટુ આજે લતાજીના જવા પર શ્રદ્ધાંજલિ આપવાને બદલે આ બિકિની ફોટો શેર કરી રહી છે.’ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા પછી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લતા મંગેશકરનો એક ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ફેન્સ મલાઈકા પર ગુસ્સે થયા હોય. થોડા સમય પહેલા મલાઈકા અરોરા સ્કીન કલરના જિમ આઉટફિટમાં જોવા મળી હતી. આ અંગે યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો હતો. મલાઈકાના ન્યૂડ કલરના આઉટફિટની મજાક ઉડાવવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે તેણીએ કપડાં પહેર્યા છે કે નહીં, જ્યારે બીજાએ ટિપ્પણી કરી કે ભારતની સસ્તી કિમ કાર્દાશિયન છે.