Gujarat

ગુજરાત : લોકડાઉને લીધો વધુ એક ભોગ, આ કારણોસર યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું..

રાજ્યસહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા ઉલટાના વધતાં જ જાય છે. સરકાર પણ આ મહામારી રોકવા પોતાનાથી બનતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. જેને પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે જોકે લોકડાઉનને ઘણા અંશે હળવું કરીને સરકારે લોકોની પરિસ્થિતિઓ સુધારવા પ્રયાસ કર્યો છે પરંતુ આ જ દરમિયાન એક કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર દુખદ છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે લોકડાઉનના કારણે કામ અને ધંધા બંધ થઇ જતા લોકોના ઘરમાં આર્થિક તંગીની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તો આવો જ એક કિસ્સો આપની વચ્ચે આવ્યો છે જે અંગે તમને વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આર્થિક તંગીના કારણે ઘરકંકાસ થતા પોતાની પત્ની પિયર જતી રહી હતી અને હતાશ થઇ ગયેલા એક યુવકે દરજીપુરા બ્રિજ પાસે ઝાડ પર લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ સમગ્ર ઘટના અંગેની પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ તો, ન્યૂ વીઆઇપી રોડ વ્હાઇટ વુડાના મકાનમાં રહેતા એવા ૪૦ વર્ષના સુરેશ ફુલાભાઇ સોલંકી પોતે ફેબ્રિકેશનનું વેલ્ડીંગ કામ કરતો હતો. પરંતુ કોરોનાને પગલે સરકાર ધ્વારા જાહેર કરાયેલા આ લાંબા સમયના લોકડાઉનમાં તેનું કામ એકદમ બંધ થઇ ગયું હતું, અને આવકનો સ્ત્રોત ખાતાં થઈ ગયો હતો જેના કારણે તેના ઘરમાં આર્થિક તંગી સર્જાઇ હતી.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આર્થિક ભીંસના કારણે પતિ-પત્ની વચ્ચે રોજે રોજ ઝઘડા શરૂ થયા હતા અને છેવટે પત્ની કંટાળીણે ઘર છોડીને પોતાના પિયર ચાલી ગઈ હતી. આ પરિસ્થિતિમાં સુરેશ સોલંકી હતાશ થઇને માનસિક રીતે તૂટી ગયો હતો.જેના કારણે આજે દરજીપુરા બ્રિજ પાસે લીમડાના એક ઝાડ પર લટકીને સુરેશે ગળાફાંસો ખાઇ લેતા તેનુ દુખદ મોત નીપજ્યુ હતું.

અહી ઉલ્લેખનીય છે કે સવારે છ વાગ્યેની સુમાળે આ સ્થળેથી પસાર થતા એક શખ્સની નજર આ ઝાડ પર પડી હતી જેના કારણે તેણે પોલીસ કંટ્રોલરૂમને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી હરણી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મૃત યુવકની લાશ નીચે ઉતારીણે વધુ તપાસ કરતા તેના ખિસ્સામાંથી મેડિક્લેમ કંપનીનું એક કાર્ડ તેમજ અલગ અલગ સંપર્ક નંબરો લખેલી એક નાની ડાયરી મળી આવી હતી. આ ડાયરીમથી નંબર લઈ પોલીસે મૃતકના ભાઇ અને પત્નીનો સંપર્ક કરતા તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.