માનવ બાળક જેવા બચ્ચાને જન્મ આપ્યો બકરીએ, આખું ગામ જોવા થયું ગાંડુ
તમે ક્યારેય સાંભળ્યું કે જોયું છે કે કોઈ જાનવરે માનવીના ચહેરા જેવા દેખાવ વાળા બચ્ચાને જન્મ આપ્યો હોય? હવે તમને થશે કે આ કેવીરીતે શક્ય બની શકે છે. તો તમને જણાવી દઈએ કે આ વાત પર મને પણ વિશ્વાસ હતો નહિ પણ એવો કિસ્સો જણાવશું જે જાણીને તમને વિશ્વાસ થઇ જશે કે આવું પણ શક્ય છે. આ વાંચીને તમને ખુબ જ નવાઈ લાગશે.
ખરેખર, બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો છે. હા, જે લોકો આ જોઈ રહ્યા છે તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આખો ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ નહોતી. આ વાત ગામમાં ફેલાતા જ લોકો આ અનોખા બકરીના બચ્ચાને જોવા માટે એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
આ ઘટના આસામના કછાર જિલ્લાના ગંગાનગર ગામની છે. અહીંયા એક પાલતુ બકરીએ માનવ જેવા બચ્ચાને જન્મ આપ્યો હતો. અહીંયા સૌથી વધુ નવાઈની વાત એ હતી કે બાળકના પગ અને કાન સિવાય બાકીનું આખું શરીર માનવ બાળક જેવું હતું. પણ આ બચ્ચું જન્મના અડધા કલાકમાં જ મૃત્યુ પામે છે.
પશુપાલકનું કહેવું છે કે સોમવારે તેની બકરીએ માનવ શરીર જેવા બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે તેણે બકરીના બચ્ચાને જોયો તો તે પોતે જોઈને ચોંકી ગયો. બકરી દ્વારા જન્મેલા બાળકનો સંપૂર્ણ ચહેરો શિશુ જેવો હતો અને બાળકને પૂંછડી પણ ન હતી. આ વાત ગામમાં ફેલાતા જ તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બાળકની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે બકરીએ એક અવિકસિત જીવને જન્મ આપ્યો છે અને તેનો દેખાવ પણ માણસો જેવો જ દેખાય છે. જ્યારે કાળી બકરીના પેટમાંથી ભૂરા રંગના છોકરાનો જન્મ થયો ત્યારે ગ્રામજનોએ માની લીધું કે તેમના પૂર્વજોમાંથી કોઈએ જન્મ લીધો હતો.