BjpDelhiIndiaPolitics

દિલ્હીમાં ભાજપની શરમજનક હાર બાદ મનોજ તિવારીએ વિરોધીઓને શું કહ્યું જાણો

‘આ બધા એક્ઝિટ પોલ નિષ્ફળ જશે. મારું આ ટ્વીટ સાચવી રાખજો. દિલ્હીમાં 48 બેઠકો જીતીને ભાજપ સરકાર બનાવશે. કૃપા કરીને ઇવીએમને દોષિત ઠેરવવાનું કોઈ બહાનું શોધી શકશો નહીં. મનોજ તિવારીનું આ ટ્વીટ ખુબ જ ચર્ચામાં હતું. દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ આ ટ્વિટમાં દિલ્હીની 70 માં 48 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.તેમણે એમ પણ દાવો કર્યો હતો કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે. જો કે હવે આ દાવ પલટાઈ ગયો છે અને આમ આદમી પાર્ટી 62 બેઠકો જીતતી જોવા મળી રહી છે, ત્યારે ભાજપ 48 ને બદલે 8 પર અટકી ગઈ છે. મનોજ તિવારીએ પોતાની હાર સ્વીકારીને ટ્વીટ પર સ્પષ્ટતા કરી છે.

48 બેઠકો માટેનાં ટ્વીટ પર પૂછેલા પ્રશ્નના જવાબમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘હું પ્રદેશ પ્રમુખ છું અને અમારો આંતરિક સર્વે છે. પ્રદેશ પ્રમુખેએ એવું થોડું કહેવું જોઈએ કે આપણે પહેલેથી જ હારી ગયા છીએ. કોઈ આ કહેશે નહીં અને પરિણામ આવે ત્યાં સુધી કોઈએ કહેવું પણ નહીં જોઈએ.

મારું અનુમાન ખોટું સાબિત થયું. મેં જે વિચાર્યું તેનો આધાર એ હતો કે લગભગ 48 વિધાનસભા મત વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે, સારી શાળા નથી. આ આધારે, અમે કલ્પના કરી હતી કે આ વિસ્તારોના લોકો કોઈને નવી જવાબદારી આપશે.મેં ટ્વીટ કર્યું હતું તેને તમે સાચવીને રાખ્યું હશે અને રાખજો.

આ પહેલા પણ મનોજ તિવારી વિજયનો વિશ્વાસ દેખાતા હતા અને મીડિયાને કહ્યું હતું કે ‘હું ગભરાતો નથી. ભાજપ કાર્યાલયમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હનુમાનજીનો આશીર્વાદ લેવા જઈ રહયા છીએ. અમે સત્તા પર આવી રહ્યા છીએ અને જો આપણે 55 બેઠકો જીતીશું તો નવાઈ નહીં.

જો કે આ વખતે દિલ્હી વિધાનસભા માટે કુલ 672 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવારો છે. આ ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયું હતું. જે 2015 ની વિધાનસભાની ચૂંટણીના 67.49 ટકા કરતા પાંચ ટકા ઓછું છે.