Ajab GajabIndia

લગ્નના બીજા જ દિવસે ખબર પડી કે પત્ની છે ગર્ભવતી એ પણ 5 મહિનાના જુડવા બાળકોથી

લગ્ન પછી દરેક કપલને લોકો કહેતા હોય છે કે હવે જલ્દી જ તમે બાળક પ્લાન કરી લો. કપલ પોતે પણ વહેલા કે મોડા માતા પિતા બનવા માટે ઉત્સુક હોય છે. પણ આજે એક એવો કિસ્સો અમે તમારી સામે લાવ્યા છીએ કે જ્યાં લગ્નના સમય પછી તરત જ બધાનો ઉત્સાહ ગાયબ થઇ ગયો. લગ્નના બે દિવસ પછી જ પતિને ખબર પડે છે કે તેની પત્ની 5 મહિનાથી જુડવા બાળકોને ગર્ભમાં રાખીને ફરી રહી છે. જેવી આ ખબર આખા પરિવારમાં થઇ કે તેઓ બધા ખુબ જ હેરાન થઇ જાય છે. ચાલો જાણીએ શું છે આખી બાબત.

વાસ્તવમાં અમે તમને આ મામલો જે મામલો જણાવી રહ્યા છીએ તે ખરઘોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલી ખેડા ગામનો છે. અહીં રહેતા સલમાનના લગ્ન 25 ડિસેમ્બરે મેરઠના ઝાકિર કોલોનીમાં રહેતી સાનિયા સાથે થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બંનેના લગ્ન થઈ ગયા ત્યારે હનીમૂન પર પત્નીએ પતિ સલમાનને કહ્યું કે તેના પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

જયારે પત્ની પેટમાં દુખાવા માટેની ફરિયાદ કરવા લાગે છે ત્યારે તે તેની માતા પાસે જઈને આ વિષે વાત કરે છે. ત્યારે સલમાનની માતાને શંકા જાય છે પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાં તેની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરવામાં આવે છે. પણ તે રિપોર્ટમાં ખબર પડે છે એવી વાત કે જે સાંભળીને ઘરમાં બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. રિપોર્ટમાં ખબર પડે છે કે તેની પત્ની 5 મહિનાની ગર્ભવતી છે અને તેના પેટમાં બે બાળકો છે.

પતિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યા બાદ આ અંગે સાસરીયાઓને વાત કરી તો ઉલટું તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પીડિતાનો પતિ ન્યાયની આશામાં ગુરુવારે એસએસપી ઓફિસ પહોંચ્યો હતો અને ત્યાં તેણે તેના સાસરિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. તેણે કહ્યું કે જ્યારે તેણે સાસરિયાઓને ફરિયાદ કરી તો તેણે તેને ધમકાવવાનું શરૂ કર્યું. આટલું જ નહીં હવે તેમની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ એવો આરોપ છે કે જયારે આ વિષે છોકરાવાળા એ પત્નીના પિયરમાં વાત કરી તો તેમને કહ્યું કે 10 લાખ રૂપિયા લઈને નિકાહ કર્યા છે એ કે 10 લાખ આપો નહીતો ખોટા કેસમાં તમને ફસાવી દઈશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુલહન પક્ષના લોકો પહેલા પણ આવીરીતે ચીટિંગ કરેલી છે.

ન્યાયની અરજી કરવા માટે, પીડિત પતિ તેના પરિવારના સભ્યો સાથે ફરિયાદ પત્ર સાથે એસએસપી ઓફિસે પહોંચ્યો અને કાર્યવાહીની માંગ કરી. તે જ સમયે, આ કેસમાં, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.