Ajab GajabIndiaStory

માતાએ દારૂ વેચીને પોતાના પુત્રને મોટો કર્યો, એ જ પુત્રએ કર્યું એવું કામ કે લોકો જોતા જ રહી ગયા…

નમસ્કાર મિત્રો,એક માતા જેના પેટમાં 5 મહિનાનું બાળક હતું,એવામાં પતિનું પણ અવસાન થયું.લોકો કહેવા લાગ્યા,તું પોતાનું ઘર કેવી રીતે ચલાવીશ,બાળકનું પાલનપોષણ કેવી રીતે કરીશ,તેથી સારું છે કે ગર્ભપાત કરાવો.પરંતુ આ સમયે માતાએ હાર ન માની.માતાએ દેશી દારૂ વેચવાનું ચાલુ કર્યું.લોકોના ટાણા સાંભળતી ગઈ,આ સાચી કહાની રાજેન્દ્ર બારોટની છે.

જે વર્ષ 2013 વિભાગના IAS અધિકારી હતા.પરંતુ IAS અધિકારી બનવાનો આ સફળ સહેલુ ન હતો.માતાએ હાર ન માની અને હિંમત કરીને સૌથી પહેલા માતાએ લાકડા-પાંદડાથી ઝૂંપડી બનાવી.રાજેન્દ્ર બારોટને બાળપણમાં જ સમજાઈ ગયું હતું કે જો આ ગરીબીમાંથી બહાર નીકળવું હોય તો તેને ભણતરનો સહારો લેવો પડશે.

પરંતુ તેઓ જાણતા હતા કે ઘરની પરિસ્થિતી એવી સારી નથી કે તેઓ સારી સ્કૂલમાં ભણી શકે.આખરે તેમણે નવો રસ્તો શોધી કાઢ્યો.હવે જે લોકો તેમના ઘરે દારૂ પીવા આવતા તેમના માટે રાજેન્દ્ર નમકીન પડિકા લઈને આવતા.આ વેચીને લોકો તેમણે લોકો 2-5 રૂપિયા આપતા હતા.આ જ પૈસામાંથી રાજેન્દ્ર પોતાના માટે પુસ્તકો ખરીદી અભ્યાસ કરતા હતા.

પરંતુ દારૂ વેચવાની જગ્યાએ અભ્યાસ કરવાનું જોઈને લોકો તેના પર હસતા અને લોકો માતાને મેણા મારતા અને કહેતા દારૂ વેચનારનો દીકરો મોટો થઈને દારૂ જ વેચશે.બીજું શું કરશે.પણ જીવનમાં એ જ લોકો સફળ થાય છે જે આવા લોકોની વાતોને નજર અંદાજ કરીને પોતાના લક્ષ તરફ આગળ વધે છે.

પણ જે વ્યક્તિ આલતુ ફાલતુ લોકોની વાતોમાં આવીને રોકાઈ જાય છે તેઓ પોતાનું ભવિષ્ય બરબાદ કરે છે.પરંતુ રાજેન્દ્રએ પોતાની કાબીલિયત બતાવી 10 મા માં 95 ટકાએ પાસ થયા હતા.તેઓએ 12 મા 90 ટકા લાવી બધાને ચોકાવી દીધા હતા.ત્યારબાદ તેમણે વર્ષ 2011 માં બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો.ત્યારબાદ રાજેન્દ્રનું પૂરું ધ્યાન IAS અધિકારી બનવામાં હતું.

તેમણે ખૂબ મહેનત કરી અને UPSC ની પરીક્ષા પાસ કરી.પ્રથમ પ્રયાસે જ IAS અધિકારી બની ગયા.પરંતુ તેમણે IAS અધિકારી જ ન બનવું હતું,તેથી તેમણે બીજીવાર વર્ષ 2013 માં પરીક્ષા આપી અને કલેક્ટર બનવાનું સપનું પણ પૂર્ણ થયું હતું.તેમની માતા આ વાતોથી અજાણ હતા.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.