Ajab Gajab

મેચમાં વિરાટ કોહલી સદી મારે છે,અને બુમરાહ ૬ વિકેટ લે છે, તો બતાવો વાસ્તવમાં હીરો કોણ ? વાંચો આવા મજેદાર ઉખાણા,

નમસ્કાર દોસ્તો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જે સો રૂપિયામાં આખો પરિવાર જીંદગીભર બેઠા બેઠા ખાઇ શકે છે, જવાબ : ચટ્ટઇ ૨. એક મહિલા ફૂલ સ્પીડથી સ્કૂટી ચલાવી રહી હોય અને અચાનક તેની સામે તેનો પતિ અને તેનો ભાઈ આવે તો તે સૌથી પહેલા કોને મારશે, જવાબ : તે સૌથી પહેલા બ્રેક મારશે

૩. એક મેચમાં વિરાટ કોહલી સદી મારે છે,અને બુમરાહ ૬ વિકેટ લે છે, તો બતાવો વાસ્તવમાં હીરો કોણ છે ?
જવાબ : વાસ્તવમાં હીરો સંજય દત્ત છે, ( કારણ કે તે ફિલ્મ છે )

૪. જો ગુપ્તાજીના બગીચામાં શર્માજીની મરઘીએ ઈંડું આપ્યું તો બતાવો આ ઈંડું કોનું થયું ?
જવાબ : ઈંડું તો મરઘીનું જ થાય,

૫. એવી કઈ જગ્યા છે જ્યાં આપણે જીતને બદલે હાર માંગીએ છીએ,
જવાબ : ફૂલની દુકાન

૬. એવી કઈ વસ્તુ છે જેને તમે ખાઈ પણ શકો છો અને પી પણ શકો છો,
જવાબ : નાળિયેર

૭. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી, જવાબ : સમય અમારા આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.