આપણે બધા જાણીએ જ છીએ કે યુવતી પોતાના લગ્નમાં સૌથી બેસ્ટ દેખાવા માંગતી હોય છે અને મૌની રૉય પણ પોતાના લગ્નના દિવસે બેસ્ટ દેખાવા માંગતી હતી તેમાં તેણે કોઈપણ કસર છોડી હતી નહીં, હલ્દીના ફંક્શન શરૂઆત થઈ. મૌનીએ આ ફંક્શન માટે સફેદ રંગના આઉટફિટને પસંદ કર્યો હતો, આ ફોટોમાં તે રાજકુમારીથી પણ વધુ સુંદર લાગી રહી હતી.
હલ્દી ફંક્શન પછી, મહેંદીની રાત આવી ગઈ છે, જે દરમિયાન મૌની રોયે પીળા રંગનો સુંદર લહેંગા પહેર્યો હતો. મૌની રોયના આ લહેંગામાં ઘણી બધી ટેસેલ્સ જોડાયેલી હતી, જેના કારણે તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તે જ સમયે, બેકલેસ બ્લાઉઝ પર શેલ્સથી સ્ટડેડ નેકલાઇન બનાવવામાં આવી હતી. આમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મૌનીએ મહેંદી સેરેમની માટે પીળા રંગના કપડાં પહેર્યા હતા. અભિનેત્રીએ સાથે માથા પર ટીકો લગાવ્યો હતો અને કાનમાં મોટા મોટા જુમર પહેર્યા હતા. બધાની નજર તેની ઉપર જ હતી. આ ફંક્શનમાં તે ખૂબ મસ્તી કરતી દેખાઈ રહી હતી. અભિનેત્રી કાળા ચશ્મા પહેરીને પતિ સૂરજ સાથે ખૂબ ડાન્સ કર્યો હતો. મૌનીના આ ફોટો પરથી અંદાજ લગાવી શકીએ છે કે તેણે લગ્નમાં ખૂબ એન્જોય કર્યું હશે.
હવે મૌની રોય અને સૂરજ નામ્બિયાર હલ્દી અને મહેંદીનું ફંક્શન પૂરું થયા પછી લગ્ન માટે તૈયાર હતા. જણાવી દઈએ કે સૂરજ નામ્બિયાર દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવે છે. બીજી તરફ મૌની રોય બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેથી બંનેએ એકબીજાના સંસ્કારોનું સન્માન કરવા માટે બે રિવાજો અનુસાર લગ્ન કર્યા.મૌની રોય સવારે દક્ષિણ ભારતીય દુલ્હન તરીકે લગ્નના મંડપમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ લાલ દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી, જેમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આપણે બધાએ ટીવી શો અને મૂવીઝમાં મૌની રોયને ઘણી વખત દુલ્હન તરીકે જોઈ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં, મૌની રોયનો દુલ્હન માંગમાં સિંદૂર, આંગળીમાં વીંટી અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી. જેણે પણ મૌની રોયને દુલ્હન તરીકે જોયો તે જોતો જ રહ્યો. મૌની રોયે દક્ષિણ ભારતીય સાડી સાથે મંદિરની જ્વેલરી પહેરી હતી, જેમાં તે બાલામાં સુંદર લાગી રહી હતી.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૌનીએ પોતાના લગ્નના ફોટો શેર કર્યા હતા, આ ફોટોને મૂકતાં સાથે એક નાનકડો મેસેજ લખ્યો હતો. જેમાં લખ્યું હતું ‘આખરે હું તમને પામી ગઈ. પરિવાર અને મિત્રોની પ્રાર્થના અને આશીર્વાદથી અમારા લગ્ન થઈ ગયા. બધાનો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. 27.01.2022 પ્રેમ સૂરજ અને મૌની.’
આમ 27 જાન્યુઆરી, 2022 મૌની રોય અને સૂરજ નામ્બિયારના જીવનમાં યાદગાર તારીખ બની ગઈ. સાઉથ ઇન્ડિયન વેડિંગ પછી મૌની રોયે સાંજે બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. મૌની રોય બંગાળી દુલ્હન તરીકે ખૂબસૂરત દેખાતી હતી. તેણે ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો સુંદર લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. મૌની રોયે આ વેડિંગ લહેંગા સાથે બે ઓરેન્જ દુપટ્ટા પહેર્યા હતા, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
મૌની રોયનો દુપટ્ટો પણ ખાસ હતો. હા, જો તમે મૌની રોયના ડિઝાઈનર દુપટ્ટાને ધ્યાનથી જોશો તો તેના પર આયુષ્માન ભવ: લખેલું પણ જોવા મળશે. મૌની રોયે આ સુંદર લાલ લહેંગા સાથે પરંપરાગત જ્વેલરી પસંદ કરી, જે લીલા અને સોનેરી શેડ્સમાં હીરા-નીલમણિથી કાપેલા હતા. મૌની રોય ટેલિવિઝન જગતની ગ્લેમરસ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેના વેડિંગ લૂક સાથે કોઈ બાંધછોડ કરી નથી. આ જ કારણથી સાઉથ ઇન્ડિયન હોય કે બંગાળી, મૌની રોય દરેક લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.