GujaratSaurashtraStory

લોકોને હસાવતા માયાભાઇ દીકરીના લગ્નમાં રડી પડ્યા, ધામધૂમથી થયા લગ્ન

ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની દીકરીના લગ્ન જાહોજલાલી થી યોજવામાં આવ્યા હતા. માયાભાઈ આહીરની દીકરી સોનલના લગ્ન ભાજપ નેતા જીતુભાઈ ડેરના દીકરા મોનીલ ડેર સાથે થયા છે. લગ્નપ્રસંગે માયાભાઈ આહીરના ઘરે ત્રણ દિવસ કાર્યક્રમો થયા હતા. પહેલાં દિવસે ગરબા-રાસમાં ગુજરાતના લગભગ બધા જ મોટા કલાકારો આવ્યા હતા અને પોતાના સૂર રેલાવ્યા હતા.

કવિરાજ બારોટ, કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,સાઈરામ દવે જેવા દિગ્ગ્જ કલાકારો સંગીત સંધ્યામાં મહેમાન બન્યા હતા.બીજા દિવસે યોજાયેલા ડાયરામાં પણ ખ્યાતનામ કલાકારોએ ભાગ લીધો હતો.કલાકારો ઉપરાંત ગુજરાતના મોટા નેતાઓ નેતાઓ, બિઝનેસમેન પણ માયાભાઇ આહિરના મહેમાન બન્યા હતા.

ગુજરાતના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદીપસિંહ જાડેજા,જીતુ વાઘાણી,અર્જુન મોઢવાડીયા,પરષોત્તમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ માયાભાઈના ખુબ જ નજીકના મોરારીબાપુ પણ હાજર રહયા હતા.

જો કે આ બધા વચ્ચે માયાભાઇ આહીર પોતાની લાગણીને રોકી શક્યા ન હતા. ડાયરા દરમિયાન કિર્તીદાન ગઢવીએ દીકરીનું ગીત ગાયું હતું જે બાદ માયાભાઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.હાલ તેમનો વિડીયો સોશિયલ મીડીયામાં ખુબ વાયરલ થયો છે.

જણાવી દઈએ કે માયાભાઇ આહીરની દીકરી સોનલના લગ્ન અમરેલીના ડેર પરિવારના મોનીલ સાથે થયા છે.મોનીલ ફિલ્મ જગત સાથે સંકળાયેલો છે. તેમના પિતા આહીર સમાજના અગ્રણી તેમજ ભાજપના નેતા છે. મોનીલ ડેર ઘણીવખત ગુજરાતના ખ્યાતનામ કલાકરો સાથે જોવા મળ્યો છે.