ભારતના કેરલ રાજ્યની સૌથી યુવા મેયર બનીને ચર્ચાનો વિષય બનવાવાળી આર્ય રાજેન્દ્રન હવે લગ્ન કરવા માટે તૈયાર છે. 22 વર્ષની આર્ય જલ્દી જ બાલુસેરીના વિધાયક કેએમ સચિન દેવ સાથે લગ્ન બંધનમાં બંધાઈ જવાની છે. જો કે લગ્નની તારીખ હજી ફાઇનલ થઈ નથી.
આ બંને નેતાઓ સીપીઆઈ(એમ) સાથે જોડાયેલા છે. આર્યએ કહ્યું કે, તેણે પરિવાર અને પાર્ટીને પોતાના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. આર્યએ તાજેતરમાં જ પોતાના લગ્ન વિશે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમે બંને એક જ રાજકીય વિચારધારાથી જોડાયેલા છીએ અને અમે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)માં સાથે કામ કર્યું છે. અમે સારા મિત્રો રહ્યા છીએ. અમે આ નિર્ણય લીધો અને બાદમાં અમારા પરિવારજનોને તેની જાણ કરી.
તેણે વધુમાં કહ્યું કે, ‘અમે બંને ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોવાથી, અમે પરિવાર તેમજ પક્ષને જાણ કરી છે કે જેથી કોઈ અફવા કે ખોટી માહિતી ન ફેલાય.’તેમણે જણાવ્યું કે લગ્નની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે આ અંગે બંને પરિવારો અને પક્ષ વચ્ચે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
બીજી બાજુ વિધાયક સચિન દેવએ પોતાના લગ્ન વિષે જણાવ્યું છે કે, ‘આર્ય અને હું એકબીજાને બાલાસંઘમ અને એસએફઆઈની સાથે કામ કરવાના સમયથી ઓળખીએ છે. સીપીએમ જિલ્લા નેતૃત્વએ લગ્ન માટે હામી ભરી છે.’આર્ય રાજેન્દ્રન આર્ય પહેલાથી જ કેરળની રાજધાની તિરુવનંતપુરમની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તે ગણિતમાં B.Sc કરી રહી છે. આર્યા 5મા ધોરણમાં હતી ત્યારે તે સીપીએમમાં જોડાઈ હતી. તે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્ટેટ કમિટીના સભ્ય છે. તે બાલસંગમના કેરળ પ્રમુખ પણ છે. બાલસંગમ એ CPMની બાળકોની પાંખ છે.
આર્ય રાજેન્દ્રનના પિતા, કેરળના એક મધ્યમ-વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેઓ ઈલેક્ટ્રીશિયન છે અને તેની માતા જીવન વીમા નિગમ એજન્ટ તરીકે કામ કરે છે. આર્યનો ભાઈ અરવિંદ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી મિડલ-ઈસ્ટમાં કામ કરે છે અને CPMનો સભ્ય પણ છે. આર્ય રાજેન્દ્રન માત્ર 21 વર્ષની ઉંમરે મેયર બન્યા હતા.
28 વર્ષના સચિન દેવ કે જે કેરળ વિધાનસભામાં સૌથી નાની ઉમરના વિધાયક છે. જ્યારે તેઓ બલુંસસેરીથી વિધાનસભા ચુંટણી લડે છે તો તેઓ એસએફઆઈના રાજ્ય સચિવના રૂપે કામ કરી રહ્યા હતા. તેમણે કોઝિકોડના ગવર્મેન્ટ આર્ટસ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં બીએ કર્યું હતું અને કોઝિકોડની લૉ કોલેજથી એલએલબી કર્યું હતું. તેઓ હમણાં SFIના અખિલ ભારતીય સયુક્ત સચિવ છે.