GujaratSouth GujaratSurat

સુરતના એક મામૂલી મિકેનિકે બનાવી એવી બાઇક કે લોકો રહી ગયા જોતા, જુઓ…

સુરતના નટુ કાકા એટલે કે નાથુભાઈ પટેલે હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતી એવીજ એક વિચિત્ર બાઇકની બાજુમાં એક અનોખી બાઇક ડિઝાઇન કરી નાખી છે. નટુ કાકાની બાઇકના વીડિયો હમણાંથી સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહ્યા છે કારણ કે તેમની આ બાઇક ફક્ત જુદી જ નથી પણ તેના ફીચર્સ પણ જોરદાર કહેવાય છે. નટુભાઈ જ્યારે આ રીંગ બાઇક લઈને સુરતના રસ્તાઓ પર ફરે છે ત્યારે તેઓ કઈક જુદા જોવા મળે છે. નટુ કાકા કહે છે કે મિકેનિક હોવાને કારણે તેઓ કંઈક જુદું અને જાણીતું કરતા રહેતા હોય છે. આ બાઇક તેમના જ પ્રયત્નોથી તૈયાર કરવામાં આવેલી બાઈક છે.

છેલ્લા ચાર દાયકાથી મિકેનિક હોવા કામ કરતા નાથુભાઈ પટેલને પ્રેમથી નટુકાકા લોકો બોલે છે. તેમને કેટલીક નવી વસ્તુઓ બનાવવાનો શોખ વધુ પડતો છે. આ કારણે આગળ તેમને એક નવી જોરદાર સાઈકલ બનાવી હતી. હવે તેમને એક જોરદાર એવી બાઇક બનાવી છે જે બેટરીથી ચલાવે છે. નટુકાકાની આ બાઇકની ખૂબ જ સુરતમાં અને બહાર ચર્ચા થઈ રહી છે.

65 વર્ષના આ કાકાની આ બાઇક એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિલોમીટર સુધી જોરદાર ચાલે છે. તેમને તેમાં લિથિયમ બેટરી લગાવી હોવાનું જણાવ્યું છે. બાઇકમાં બે પૈડાં જોવા મળે છે, એક નાનું પૈડું છે અને બીજું મોટું પૈડું જોવા મળે છે. ગેરેજ ચલાવતા નટુભાઈ પટેલ ખાલી સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

નટુકાકા ને આ ખાસ બાઇક બનાવવામાં ઘણા મહિના લાગ્યા છે. તેમને જણાવ્યું કે ગેરેજમાં કામ કરતી વખતે મળેલા ખાલી સમયમાં તેમને આ બાઇક સારી રીતે તૈયાર કર્યું છે. આ બાઇક બનાવવામાં ખાલી 80 હજારનો ખર્ચો થયો છે. નાથુભાઈ પટેલ એટલે કે નટુકાકા કહે છે કે આ પ્રકારનો પીસ ત્રણથી ચાર લાખમાં તૈયાર થાય છે.

આ બાઇકને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગી ગયો હતો. વ્યવસાયે મિકેનિક આ કાકા હાલમાં તેમની બાઇકને કારણે ખૂબ વધુ ચર્ચામાં જોવા મળે છે. તેઓ જ્યાં જાય છે લોકો તેમના નવા નવા વીડિયો બનાવવા લાગતા હોય છે. સાથે જણાવી દઈએ કે આ બાઇકની બેટરીને ચાર્જ થવામાં એક કલાકનો સમય લાગે છે.