મહેસાણા જીલ્લામાં એક શિક્ષિકા દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…
મહેસાણા જીલ્લામાં એક શિક્ષિકા દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના લીધે ચકચાર મચી ગયો છે. આ શિક્ષિકાના આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ જાણીને તમે પણ ચકિત થઈ જશો. કેમકે મહિલા શિક્ષિકા દ્વારા સ્ટાફના ત્રાસ આપવાના કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે શિક્ષિકા દ્વારા સ્યૂસાઈડ નોટ પણ લખવામાં પણ આવી છે. શિક્ષિકા દ્વારા 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યારે શિક્ષિકાની હાલત ખૂબ ગંભીર છે માટે તેને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે. આ ઘટના વિશેની વાત કરીએ તો આ મહેસાણાના કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની છે. મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવનાર શિક્ષિકા જયશ્રીબેન પટેલ દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમાં જાણવા મળ્યું છે કે, આ શિક્ષિકા ઘેનની 20 ગોળીઓ ખાઈગઈ હતી. તેમ છતાં આપઘાત બાદ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યૂસાઈડ નોટ દ્વારા જાણવા મળ્યું છે કે, તેણે કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12 શિક્ષકોના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ શિક્ષિકાને ગંભીર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે.
જ્યારે સ્યૂસાઈડ નોટમાં આપઘાત માટે મજબૂર કરનાર 12 શિક્ષકોના નામ લખ્યા છે. આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે આપઘાતના પ્રયાસ પહેલા પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત પણ કરી હતી. જેમાં તેમણે ફોન પર શિક્ષકોના માનસિક ત્રાસની આપવાની જાણકારી આપી હતી. આ દરમિયાના વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવતા પોલીસ દ્વારા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે