મહેસાણામાં ૨૧ વર્ષીય પરણીતા ૧૫ વર્ષના કિશોરને લઈને ભાગી, પછી જોવા જેવું થયું…..
ગુજરાતના મહેસાણાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમની કોઈ સીમા નથી હોતી તેવું જોવા મળ્યું છે. કેમકે 21 વર્ષીય એક પરણીતા 15 વર્ષના કિશોરને લઈને નાસી ગઈ છે. તેના લીધે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. કેમકે પરણીતા એક સંતાનની માતા પણ છે.
આ ઘટનાની વાત કરવામાં આવે તો તે મહેસાણાના શહેરની છે. જેમાં 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીના તેના જન્મદિવસના દિવસ ખોવાઈ ગયો હતો. તેના લીધે તેના માતા-પિતા પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે તપાસ શરુ કરી તો તેમને જાણવા મળ્યું આ કિશોર પ્રેમમાં હતો તે તેની સાથે નાસી ગયો છે.
આ મામલામાં તપાસ કરતા પોલીસની એ ડીવીઝન ટીમ દ્વારા ભાગેલા પ્રેમી-પંખીડાને તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા હતા. તેની સાથે 15 વર્ષીય કિશોર પોતાની સાથે બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડા લઈને નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેના લીધે પોલીસ તેના મોબાઈલના લોકેશન તપાસ કરી તો તેનું લોકેશન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી મળી આવ્યું હતું. પોલીસ દ્વારા એક ટીમ તાપી મોકલવામાં આવી હતી ત્યાના ગેસ્ટહાઉસથી આ કિશોરને મહિલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન પોલીસને એવી જાણકારી મળી કે, આ 23 વર્ષીય મહિલા 15 વર્ષના કિશોરને ભગાડીને ચાલી ગઈ હતી. મહિલાએ મહેસાણા બસ સ્ટેશનથી ભાગી ગઈ હતી. જ્યારે આ ભાગી રહ્યા હતા ત્યારે કિશોરના માતા-પિતાનો ફોન આવ્યો ત્યારે આ મહિલા ફોન ઉપાડીને કહી દીધું કે અમે બંને ભાગી ગયા છે. ત્યાર બાદ કિશોર માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.