ચોમાસાની શરૂઆત થતા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ પણ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર કરી દેવાઈ છે.
હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે મંગળવારના ગુજરાતના અનેક તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ સાડા 4 ઈંચ નોંધાયો છે.
તેની સાથે આજથી ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ વરસવાનો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ, આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. રાજકોટમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે.