GujaratAhmedabad

હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, અમદાવાદમાં આ તારીખોમાં ગરમીનો પારો રહેશે હાઈ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને તેને લઈને હંમેશા સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ 2 ડીગ્રી સુધીનું તાપમાન વધી શકે છે. આ સિવાય આગામી 17 અને 18 એપ્રિલના અમદાવાદમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત યલો એલર્ટ પણ અપાયું છે. આ સિવાય 19 એપ્રિલના રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા પણ રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ગઈ કાલ અમદાવાદ અને અમરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અંબાલાલ પટેલ દ્વારા પણ ગરમીની આગાહી માટે જણાવવામાં આવ્યું હતું કે, એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ રહેશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યાર બાદ 23 અને 24 તારીખના ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ ગુજરાતમાં વરસાદ માહોલ બની શકે છે. અંબાલાલ એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તારીખ 10 થી 16 એપ્રિલ વચ્ચે ફરીથી કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે મે મહિનામાં પણ 2 થી 8 મે વચ્ચે ફરીથી કમોસમી વરસાદ વરસશે. આ સિવાય મેં મહિનાથી પ્રિમોન્સુન એક્ટિવિટી થઈ જશે. જ્યારે જૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 17 જૂનની આજુબાજુ પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. આ સમાચાર ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.