હવામાન વિભાગે ઠંડીને લઈને કરી એવી આગાહી જાણીને ઉડી જશે તમારા હોશ

નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં બે દિવસ બાદ ફરી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ સિવાય અમદાવાદમાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 13.4 ડિગ્રી, ભૂજમાં 12 અને ડીસામાં 13.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.
એવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ કડકડતી ઠંડી પડવાની છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના લીધે રાજ્યમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2 થી 3 ડિગ્રી પારો ગગડવાની શક્યતા છે. ત્યાર બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં થોડો ઘટાડો થશે. રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીથી થોડી રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગુમ થઈ ગઈ હતી.
નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. એક જ રાત્રીમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી જતા કડકતી ઠંડી પડી રહી છે. સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2 થી 3 ડિગ્રી પારો ગગડી શકે છે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થઇ હોવાના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો પણ લઈ રહ્યા છે.