GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં બે દિવસ આ જિલ્લાઓમાં રહેશે ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે મહેસાણા, પાટણ, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહિસાગર માં સામાન્ય વરસાદની વરસવાની આગાહી કરવામાં આવેલ છે. જ્યારે ભરૂચ અને નર્મદા માં સામાન્ય વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા આજે એટલે 5 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી માં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી ની સાથે રેડ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી ની સાથે રેડ અલર્ટ આપ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ માં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે.