AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લોકોને ચેતવતા તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 14 જુલાઈના બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા 20 જુલાઈના વરસાદનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં શરુ થશે. જયારે આ દરમિયાન તોફાની વરસાદ રહેશે.

તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. 23 થી 30 જુલાઈ સુધી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે.

રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે નર્મદા નદીમાં પુષ્કળ પાણીની આવક થવાની છે. સરદાર સરોવર બંધની ઊંચાઈ સુધી પાણી પહોંચવાની છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18 થી 20 જુલાઈના રોજ આવવાનું છે. જ્યારે 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની વરસવાનો છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને સમગ્ર દેશમાં વરસાદી માહોલ બનાવશે. ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે, દેશના ઉત્તરીય પૂર્વીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની લીધે નદીઓમાં પૂરની શક્યતા રહેલી છે. જ્યારે પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટીમાં વધારો થઈ શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો જોવા મળશે. આ સિવાય નર્મદા નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા રહેલી છે.

આ સિવાય તેમને જણાવ્યું છે કે, આ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળો વરસાદ વરસતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા રહેલી છે. જ્યારે તાપી નદીમાં પણ હળવા પૂરની પણ શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે. તેમાં પણ  દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.