GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયેલા છે. આ કારણોસર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારોમાં 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્ય ભરમાં 15 થી 35 ઝડપે પવનો ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ભારેથી અતિભારે વરસાદની પગલે ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે.

તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે. જ્યારે આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આજુબાજુ વરસાદી જોર ઘટવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય ત્રણ દિવસ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ ફંટાવવાનું જણાવ્યું છે. તેની સાથે પાકિસ્તાન તરફ તોફાની વરસાદ જવાનો છે. પાકિસ્તાનને ભારે વરસાદ ભારે નુકસાન પહોંચાડશે.

તેમ છતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની રાહતભરી આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી જોર ઘટવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટવાની આગાહી તેમને કરી છે. તેમ છતાં તેમના દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા વધુ કહેવામાં આવ્યું છે કે, આગામી 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળની શક્યતા રહેલી છે. આ સિવાય 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી છે.