GujaratAhmedabad

વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સરકાર એક્શન મોડ પર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શન મોડ પર આવી ગયું છે. ગૃહ વિભાગ દ્વારા વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં રામનવમી પર થયેલા પથ્થરમારાની બાબત કેન્દ્રીય એજન્સી સુધી પહોંચી ગઈ છે. એજન્સી દ્વારા આ મામલામાં વિસ્તૃત રિપોર્ટ માંગવા આવ્યો છે. પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતા પથ્થરમારો કેવી રીતે થયો તેની જાણકારી માંગવામાં આવી છે. ત્યારે હવે વડોદરામાં વધુ એક એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરામા રામનવમીના દિવસે 3 કલાકમાં 4 સ્થળ પર પથ્થરમારાની ઘટના ઘટી હતી. વડોદરામાં પથ્થરમારા કેસમાં વધુ 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં લો એન્ડ ઓર્ડર માટે એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. પોલીસ કમિશનર શમશેર સિંહ દ્વારા રજૂઆત કરતા ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા ટૂંક  સમયમાં જ નિમણૂંક કરવામાં આવશે. શહેરમાં હવે 1 નહીં 2 એડિશનર પોલીસ કમિશનર રાખવામાં આવશે. રામ નવમીની યાત્રા સમયે થયેલા તોફાનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, વડોદરામાં પથ્થરમારા કરનાર લોકો જ્યાં છુપાયા હશે ત્યાંથી પકડી પાડવામાં આવશે. રામનવમી યાત્રા પર પથ્થરમારો થયો એ ગંભીર બાબત છે. કોઈ ખોટી વાત કે અફવા ફેલાવશે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હેટ સ્પીચ આપનાર કોઈપણ વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે.

વડોદરામાં થયેલા તોફાન બાબતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, પથ્થરમારો કરી શહેર બહાર ભાગી ગયેલા ને પણ દબોચી લેવામાં આવશે. ઈદ હોય કે રામનવમી, પથ્થરબાજી ચાલશે નહીં. તેમ છતાં ઓપરેશન જેલ પર પૂછાયેલા સવાલ પર હર્ષ સંઘવી દ્વારા કંઈ પણ બોલવા નું ટાળવામાં આવ્યું હતું.