લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં કાલીન ભૈયાની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠીના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે.જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠીએ 2004 માં મૃદુલા સાથે લગ્ન કર્યા હતા.હવે તે એક દીકરી આશીના પિતા છે.થોડા વર્ષો પહેલા કપિલ શર્માના શોમાં પહોંચેલા પંકજ ત્રિપાઠીએ પોતાના અંગત જીવનના કેટલાક ફની ટુચકાઓ શેર કર્યા હતા.
તેમના કહેવા પ્રમાણે,NSD માંથી પાસ આઉટ થતા પહેલા તેમના લગ્ન થયા હતા.આવી સ્થિતિમાં તેમણે તેમની પત્નીને બોયઝ હોસ્ટેલના રૂમમાં જ ગુપ્ત રીતે પોતાની સાથે રાખી હતી.પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે છોકરીઓને હોસ્ટેલમાં આવવાની સખત મનાઈ હતી.આમ છતાં પત્નીને રૂમમાં બધાની નજરથી છુપાવીને રાખી.
બોયઝ હોસ્ટેલમાં છોકરાઓ મોટાભાગે મુક્ત ફરે છે અને ઓછા કપડાં પહેરે છે.પરંતુ જ્યારે છોકરાઓને ખબર પડી કે તેમની પત્ની પણ તેમની સાથે રહે છે તો બધાએ ખૂબ સાથ આપ્યો.જો કે,થોડા સમય બાદ વોર્ડનને આ વાતની જાણ થઈ હતી.પંકજ ત્રિપાઠીનો જન્મ બિહારના ગોપાલગંજના બેલસંદ ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
પંકજ ત્રિપાઠીએ 2004 માં આવેલી ફિલ્મ ‘રન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.જો કે તેમાં તેમનો બહુ નાનો રોલ હતો.પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના જીવનમાં એક સમય એવો હતો જ્યારે પત્ની મૃદુલાનો જન્મદિવસ હતો અને તેના ખિસ્સામાં માત્ર 10 રૂપિયા જ બચ્યા હતા.
જો કે તેમની પત્ની મૃદુલાએ B.Ed કોર્સ કર્યો હતો,તેથી તેમને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી.આ પછી બંનેએ પરત નહીં ફરવાનો નિર્ણય લીધો હતો.પછી પંકજને નાના-નાના રોલ મળવા લાગ્યા.પંકજ ત્રિપાઠીએ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં ‘સુલતાન’ની ભૂમિકા ભજવી હતી.
એક ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે ફિલ્મ માટે સુલતાનના પાત્રનું ઓડિશન લગભગ 8 થી 9 કલાક સુધી ચાલ્યું હતું. આ ઓડિશનમાં 10 થી 12 સીન કર્યા હતા.તેમના દ્વારા કરવામાં આવેલ તમામ દ્રશ્યો ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા હતા.પંકજે જણાવ્યું કે આ ફિલ્મ માટે ઓડિશન આપતી વખતે તે બીમાર હતા અને તેમણે પેરાસિટામોલનું સેવન કર્યા બાદ ઓડિશન આપ્યું હતું.