પેટના ગેસથી લઈને વધેલી ચરબી સુધીની સમસ્યાને દૂર કરશે મેથી અને અજમાનું મિશ્રણ…
રસોડામાં રાખેલા ઘણા મસાલા સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. આવા જ મસાલા છે મેથી અને અજમા. મેથી અને અજમાનો રોજ સેવન કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે આ બે વસ્તુનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો.
સ્થૂળતા દૂર કરવા – વધતી ઉંમરમાં મેટાબોલિઝમ સિસ્ટમ નબળી પડી જાય છે અને પરિણામે વજન વધવા લાગે છે. તેવામાં અજમા અને મેથીનો પાવડર બનાવી તેને ગરમ પાણી સાથે રોજ સવારે ખાલી પેટ પીવાથી શરીરની વધારાની ચરબી ઝડપથી ઓગળે છે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે – જે લોકોને ડાયાબિટીસ અને બ્લડમાં સુગરનું પ્રમાણ વધારે રહેતું હોય તેમણે અજમા અને મેથીનું સેવન કરવું જોઈએ તેનાથી બ્લડ શુગર લેવલમાં થતો વધારો ઘટાડો કંટ્રોલમાં રહે છે.
પેટનો ગેસ અને અપચો – ઘણી વખત પેટમાં ગેસ અપાચો કબજિયાત જેવી સમસ્યાઓ થઈ જાય છે તેને દૂર કરવા માટે અજમા અને મેથી ખૂબ જ અસરકારક છે. તેના માટે બંનેને સમાન માત્રામાં લઈને તેનો પાવડર બનાવી લેવો અને સવારે ખાલી પેટ હૂંફાળા પાણી સાથે લઈ લેવું.
શરદી ઉધરસ માટે – શરદી અને ઉધરસ વારંવાર થતા હોય તો અજમાનું પાણી પીવાથી ફાયદો થાય છે. અજમાને પાણીમાં ઉમેરીને બરાબર ઉકાળી તેને પીવાથી ગળાની તકલીફો પણ મટી જાય છે.