ધારાસભ્ય જયેશ રાદડીયા નો હુંકાર: સમાજના આગેવાનોને પાડવાનું બંધ કરો
જામકંડોરણામાં સમૂહલગ્ન કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જયેશ રાદડિયાએ જણાવ્યું કે 2024નું વર્ષ આવ્યું છતાં લેઉવા પટેલ સમાજને એક થવા માટે કહેવું પડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલાં વર્ષે સમાજને હજી કોઈ સરદાર મળ્યા નથી. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ જ રાખશો તો 6-6 મહિને નેતા થતા નથી.
તેમણે સમાજને હાંકલ કરતા કહ્યું કે, સમાજની વાત આવે ત્યારે મારું રાજકારણ કાયમી માટે મેં એકબાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યારે રાજકારણ ક્યારેય નહીં કરવાનું. રાજકારણ કરવા માગતો પણ નથી.સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એકબાજુ રહો. જે દિવસે અમારે ભરી પીવાનો સમય આવે તે દિવસે અમે ભરી પીવા તૈયાર છીએ.
સમાજની કોઈ વ્યક્તિ આગળ આવે તો તેણે સાથ આપજો. આ લેઉવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થાય એ પહેલા જ પાડી દેવામાં આવે છે.સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલાં વર્ષો પછી બીજો સરદાર સમાજ મળ્યો નથી.