આફતમાં આવસર? ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટમાં પોતાના ફોટો છપાવ્યા

વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી. વાવાઝોડાને કારણે દ્વારકા, ઓખા, ભૂજ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે સેંકડો વૃક્ષો ધ્વસ્ત થયા હતા. આ દરમિયાન અનેક લોકોએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. રાજ્ય સરકારના મંત્રીઓ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા જો કે ધારાસભ્ય રીવાબા જાડેજા ની ટીકા થઈ રહી છે.

લોકો કહી રહ્યાં છે કે રીવાબા જાડેજા એ આફત ને અવસર તરીકે ઉપયોગ કર્યો છે. રીવાબા જાડેજા એ અસરગ્રસ્ત લોકો માટે બનાવેલ ફૂડ પેકેટ પર પોતાના ફોટો છપાવતા લોકો તેમની ટીકા કરી રહ્યા છે.