South GujaratGujaratSurat

સુરતમાં મોડલિંગ કરતી યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

રાજ્યમાં સતત આપઘાત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આવા જ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં 28 વર્ષીય મોડેલ તરીકે કામ કરનાર યુવતી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મોડલ દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની જાણકારી સામે આવી છે. આ મોડલનું નામ તાન્યા છે અને તે રાજસ્થાનની વતની હોવાની જાણકારી સામે આવી છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. તેની સાથે સ્થાનિક લોકોના કહેવા મુજબ, પ્રેમ પ્રકરણમાં તાન્યા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તેમ છતાં હજુ સુધી આ મામલામાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એવામાં દીકરીના આપઘાતના લીધે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તાન્યા ના પિતા મિલમાં કામ કરે છે. તેની સાથે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તાન્યાની વાત કરીએ તો તેના દ્વારા મોડેલિંગ ના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું હતું. પરિવારજનોના અનુસાર, તે ગત રાત્રીના મોડી ઘેર આવી હતી અને તેને સવારમાં જોઈ તો તેનો સમગ્ર પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો.