લોકડાઉન-5 અંગે મોદી-શાહની મહત્વની બેઠક, રાખવું તો કેવા પ્રકારનું રાખવું લોકડાઉન-5
લોકડાઉન-4 આગામી ત્રણ દિવસમાં સમાપ્ત થઈ રહ્યું છે. એવી અટકળો છે કે 1 જૂનથી લોકડાઉન 5.0 શરૂ થશે કે કેમ. અને જો લોકડાઉન વધારવામાં આવે છે, તો પછી આ સમયગાળા દરમિયાન કઇ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે અને સરકાર દ્વારા કઇ પ્રવૃત્તિઓ જાળવી રાખવામાં આવશે.આવી અટકળો વચ્ચે તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને અમિતશાહ વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી.
આપણે સારી રીતે જાણીએ છીએ કે કોરોનાને પગલે લોકડાઉન સમગ્ર દેશભરમાં લાદવામાં આવ્યું છે જે પ્રથમ તબક્કામાં 21 દિવસનું હતું અને ત્યાર બાદ ધીમે ધીમે વધારીને કુલ 65 દિવસથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે 31 મેના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થયા પછી આગળ શું લોકડાઉન હશે કે હટાવી દેવામાં આવશે ? અને જો રાખવામા આવશે તો કેવું રાખવું ? તેને લઈને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગૃહમંત્રી સાથે બેઠક કરી છે.
અહી ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણે સૌથી વધારે 11 શહેરોને પ્રભાવિત કર્યું છે. લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે ત્યારે હવે સમગ્ર દેશમાં લોકડાઉન વધારવું કે પછી હટાવી દેવું અને જો રાખવું તો કેવા પ્રકારનું રાખવું માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે હાલમાં એક મહત્વની બેઠક ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે અમિત શાહે ગઈકાલે જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.અને આ બધા જ રાજયોના મુખ્યમંત્રીઓનો અભિપ્રાય પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું નજીકના સૂત્રો ધ્વારા જણાવાયું છે. અહી ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો ચોથો તબક્કો હવે 31 મેના મધ્યરાત્રિએ પૂરો થવાની આળે છે.તો બીજી બાજુ આ જ દરમિયાન આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે સાંજે જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાત કરીને લોકડાઉનનાં ભવિષ્ય વિશે તેમના અભિપ્રાયો માંગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ જાણવા ઇચ્છતા હતા કે હવે આગળની પરિસ્થિતી વિચારતા લોકડાઉન વધારવું જોઇએ કે નહીં.
મળતી માહિતી અનુસાર જુદા જુદા રાજ્યોની આશંકાઓ અને ચિંતાઓ ગૃહમંત્રી અમિત શાહે સાંભળી છે અર્થવ્યવસ્થાને લઈને વધારે છૂટછાટ આપવા બાબતને લઈને જુદા જુદા રાજ્યોની આશંકાઓ અને ચિંતાઓ સાંભળી છે.તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો જ્યારે શ્રમિક ટ્રેનોનો પ્રારંભ કર્યો ત્યારે શરૂઆતમાં જ મોટા પાયે સ્થળાંતરિત પ્રવાસીઓને લઈને ચિંતિત હતા. હરિયાણાએ ગુરુવારે ફરી એકવાર દિલ્હીની સરહદ સીલ કરી દીધી છે.અહી મહત્વની વાત એ છે કે હાલ લોકડાઉનનો ચોથો તબક્કો તેના અંતિમ તબક્કામાં છે. તેમ છતાં દેશમાં કોરોના સંક્રમણનો આંક 1.66 લાખનો આંક પસાર કરી ચૂક્યો છે.તો આગામી દિવસોમાં લોકડાઉન કેવું રાખવું કે શું કરવું એ વિચાર માગી લે એવું છે.