નવા વર્ષના સારા દિવસે લગ્ન બંધનમાં બંધાઈ ગયા મોહિત રૈના ગર્લફ્રેન્ડ અદિતિ સાથે
ટીવીની ફેમસ સિરિયલ દેવો કે દેવ મહાદેવથી ઘર ઘરમાં ફેમસ થયેલ અભિનેતા મોહિત રૈનાએ ચુપચાપ લગ્ન કરી લીધા છે. મોહિત રૈનાએ નવા વર્ષમાં ચુપચાપ લગ્ન કરીને સરપ્રાઈઝ આપી છે. મોહિત રૈનાના ચાહકો માટે આ આ સમાચાર બહુ ચોંકાવનાર હતા. આ સમાચાર એટલા માટે નવાઇનાં હતા કે તેમના કોઈપણ ચાહકને ખબર હતી નહિ કે તેમની કોઈ ગર્લફ્રેન્ડ પણ હતી. આની પહેલા મોહિતનું નામ તેમની સાથેની અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવ્યું હતું. જોકે આ બંનેએ પોતાના સંબંધ વિષે ક્યારેય પણ તેમણે ખુલાસો કર્યો હતો નહિ.
મોહિત રૈનાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કરી લીધા અને પોતે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોહિત રૈનાએ ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા છે. બંને મેરેજ સ્ટાઇલમાં જોવા મળે છે. મોહિત રૈનાએ તેના લગ્નની સુંદર તસવીરો શેર કરી અને પત્ની અદિતિ અને તેના નવા જીવન માટે ચાહકો પાસેથી આશીર્વાદ પણ માંગ્યા, જેના પછી ચાહકો તેને લગ્ન માટે સતત અભિનંદન આપી રહ્યા છે.
ફોટોમાં જોઈ શકાય છે કે મોહિત રૈનાએ વ્હાઇટ કલરની શેરવાની પહેરી છે અને તેની સાથે તેની પત્ની અદિતિએ પેસ્ટલ રંગની ચણિયાચોળી પહેરી છે. આ બંને એકબીજા સાથે ખુબ સુંદર દેખાઈ રહ્યા છે. મોહિતે લગ્નના ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, “प्यार में कोई बाधा नहीं होती, प्यार सारी बाधाओं को फांद जाता है, सारे व्यवधानों को पार कर जाता है, मुश्किल से मुश्किल दीवारों को तोड़ देता है। प्यार उम्मीद से भरा होता है। उम्मीद और अपने परिवारवालों की दुआओं की मदद से अब हम दो नहीं रह गए हैं बल्कि एक हो गए हैं। इस नए सफर पर हम दोनों आपसे ढेर सारी ब्लेसिंग्स चाहते हैं। अदिति और मोहित।”