Gujarat

મોરારી બાપુએ અમિત શાહની સરખામણી સરદાર પટેલ સાથે કરતા લોકોએ સોશિયલ મીડિયામાં બાપુની ઝાટકણી કાઢી

કથાકાર મોરારીબાપુ અનેકવાર રાજકીય નિવેદનો આપીને ચર્ચામાં આવતા રહયા છે ત્યારે વીરપુરમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે તેમાં મોરારીબાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. મોરારી બાપુએ કહ્યું કે, 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના.

વખાણ કરતા કહે છે કે અમિત શાહના નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. જો કે મોરારી બાપુના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને પાટીદાર સમાજના યુવાઓ દ્વારા મોરારી બાપુનો વિરોધ થઇ રહ્યો છે.

મોરારિ બાપુએ અમિત શાહના શેર વિશે કહ્યું કે, શેર તેઓ સરસ બોલ્યા હતા. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. જવાબ બોવ સારા આપે છે હો અમિતભાઇ. એવા સરસ જવાબ આપે છે કે કોઇ ઐસી કી તૈસી.એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. બાપુએ કહ્યું કે તમારે અમિત શાહના જવાબો સાંભળવા પડશે.એમને હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે.

મોરારી બાપુએ કહ્યું કે,અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે મને સરદાર પટેલ જેવું લાગે છે. મને લાગે છે કે અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. રાષ્ટ્રનું હિત થવું જોઇએ.જો કે આ નિવેદન બાદ સોશીયલ મીડિયામાં મોરારી બાપુની ઝાટકણી કઢાઈ છે.

લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે, જયારે દેશ-રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ થાય છે ત્યારે મોરારી બાપુ કેમ ચૂપ થઇ જાય છે.લોકોએ મોરાઇ બાપુને રીતસરના વખોડી કાઢ્યા છે અને તેમના નિવેદન પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.