વડોદરા શહેરમાં યુવકને મોર્નિંગ વોક કરવું પડ્યું ભારે, કારચાલકની અડફેટે આવતા કરૂણ મોત
વડોદરા શહેરથી અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરામાં મોર્નિંગ વોક કરવું એક વ્યક્તિને ભારે પડ્યું છે. કેમ કે વડોદરામાં મોર્નિંગ વોક કરીને ઘરે પરત આવી રહેલા યુવાનનો અકસ્માત થયો છે. આ યુવાન મોર્નિંગ વોક કરીને બાઈક પર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન એક કારચાલકે તેને અડફેટમાં લઇ લીધો હતો. તેમાં યુવકનું મોત થયું છે.
આ સિવાય તેની સાથે એક દર્દનાક માહિતી પણ સામે આવી છે. મૃતકના પરિવારે એક મહિનામાં પરિવારમાંથી ત્રણ સભ્યો ગુમાવ્યા છે. મૃતક ઇકબાલને પત્ની અને ત્રણ સંતાનો છે હવે તેના મોતથી તેની પત્ની અને બાળકોના નોધારા થઈ ગયા છે. નોંધનીય છે કે, વડોદરા શહેરના આજવા રોડ પર 212 ઘનાની પાર્કમાં રહેનાર ઇકબાલ યુસુફ મેમણ આજે સવારના કમાટી બાગમાં મોર્નિંગ વોક કરી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન કોઠી ચાર રસ્તા પર એક કાર દ્વારા તેને અડફેટમાં લેવામાં આવ્યો હતો.
તેના લીધે ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.તેની સાથે અકસ્માત જાણ થતા જ પરિવાર હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. તેમ છતાં યુવકનું ત્યાં અવસાન થઈ ગયું હોવાના કારણે પરિવાર પર દુઃખનો પાર રહ્યો નહોતો. તેની સાથે રાવપુરા પોલીસ દ્વારા અકસ્માતના મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.