ઉત્તરપ્રદેશ: મચ્છર મારવા દંપતીએ રાત્રે એવું કર્યું કે સવારે ખુદ બંને સળગી ગયેલી હાલતમાં મળ્યા
આજકાલ મચ્છરજન્ય રોગોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે એટલે મચ્છરથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. સામાન્યરીતે લોકો ઇલેક્ટ્રિક ઉપકરણ અથવા તો અગરબત્તી જેવી કોઈલનો ઉપયોગ કરે છે પરંતુ આ કોઇલ મચ્છરને બદલે માણસનો જ જીવ લઈ લે તો? ઉત્તર પ્રદેશના બરેલીમા મચ્છર ભગાડવા માટે દંપતીએ કોઈલ સળગાવી હતી પણ રૂમમાં આગ લાગતા બંનેના મોત થઇ ગયા.
ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે પડોશીઓએ મકાનમાંથી ધુમાડો નીકળતા જોયો.બામાં લોકોએ દરવાજો તોડ્યો અને અંદર જોયું તો દંપતી ભડથું હાલતમાં મળી આવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ મુજબ પલંગની નીચે મચ્છર મારવાની કોઈલ સળગાવી હશે જેના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢી શકાય છે. આગને કારણે સંપૂર્ણ ઘર બળીને ખાખ થઇ ગયું હતું.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા.
આવી ઘટનાઓ અનેક વાર બનતી રહે છે. આ પહેલા પણ આવી જ રીતે એક દંપતી આગનો શિકાર બન્યું હતું.