health

મચ્છર ભગાડનાર દવાઓમાં હોય છે ભારે રસાયણો, જાણો ઘરે જ કેવી સાદી રીતે આપણે મચ્છરોને ભગાડી શકીએ…

આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વિશે સાંભળીએ છીએ. વસંતઋતુના અંતમાં, ઉનાળો અને પાનખરની શરૂઆતના મહિનાઓમાં મચ્છર સૌથી વધુ સક્રિય હોય છે અને તે ઉનાળો હોવાથી, મચ્છરોની મોસમ તેની ટોચ પર પહોંચે છે, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ વધારે રહે છે. તેમના કરડવાથી ખંજવાળ આવે છે અને તેમનો ગુંજાર હેરાન કરે છે. તેથી, એક ક્ષણ પણ વિચાર્યા વિના, આપણે મચ્છર કરડવાથી પોતાને બચાવવા માટે ક્રીમ, કોઇલ અને મેટ જેવા મચ્છર ભગાડનારાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. મોટાભાગના લોકો હાથ અને પગ પર ક્રીમ અને તેલ લગાવે છે. કેટલાક લોકો ગરદન અને શરીરના અન્ય ભાગો પર ક્રીમ અને તેલ પણ લગાવે છે, પણ આ બધી કેમિકલ થી ભરેલું હોય છે તો સાદી રીતે કેવી રીતે મચ્છર ભગાડવા જાણો…

ઘરમાં મચ્છર ભગાડનારા છોડ વાવો…
ઘરના આંગણા, બાલ્કની, બારી, મેન દરવાજાની આસપાસ એવા છોડ લગાવો, જેમાંથી મચ્છરો ભાગી જાય છે. ફોરેસ્ટ તુલસી એટલે કે આફ્રિકન તુલસી તરીકે પણ ઓળખાય છે, મેરીગોલ્ડ, લવંડર, રોઝમેરી, પેપરમિન્ટ અને લેમન ગ્રાસ એવા કેટલાક છોડ છે જે ફક્ત હવાને શુદ્ધ જ નહિ, પણ આ છોડની તીવ્ર ગંધ પણ હોય છે. આ મચ્છરોને આવતા અટકાવે છે. આ સાથે આ છોડ ઘરમાં સકારાત્મકતા પણ જાળવી રાખે છે.

લીમડાના પાન સાથે ધુમાડો, નીલગિરીનું તેલ પણ અસરકારક છે…
લીમડાના પાનના ધુમાડાથી મચ્છર, જંતુઓ ભાગી જાય છે. આ દ્રાવણનો ઉપયોગ ગામડાઓમાં વધુ થાય છે. આ સિવાય લીમડાના પાનને પાણીમાં ઉકાળીને છાંટી શકાય છે. નીલગિરીના તેલમાં સમાન માત્રામાં લીંબુ ભેળવીને શરીર પર લગાવવાથી તેની ગંધથી પણ મચ્છર કરડે નહીં.

લસણ ઉપાય…
તમે લસણનો ઉપયોગ મચ્છરોને ઘરથી દૂર ભગાડવા માટે કરી શકો છો. આ માટે સૌ પહેલા લસણને બાફી લો. આ પછી તેને ક્રશ કરીને તેનું સોલ્યુશન બનાવો. પછી તે દ્રાવણને પાણીથી ભરેલી બોટલમાં નાખો. આ પછી, તે મિશ્રણને તે સ્થાનો પર છંટકાવ કરો જ્યાં મચ્છર સંતાવાની શંકા હોય. આ ઉપાયથી મચ્છર ભાગી જાય છે.

તુલસીના છોડથી મચ્છર ભાગી જાય છે…
તુલસીને સનાતન ધર્મમાં પવિત્ર છોડ માનવામાં આવે છે એટલું જ નહીં તે આયુર્વેદિક ગુણોથી પણ ભરપૂર છે. મચ્છરોને ઘરથી દૂર રાખવા માટે તમે તુલસીનો છોડ લગાવી શકો છો. આ સાથે તુલસીના સૂકા પાનને સળગાવીને પણ મચ્છરોને ભગાડી શકાય છે.

કપૂર…
જો કે કપૂરનો ઉપયોગ પૂજા સામગ્રી તરીકે થાય છે, પણ તે મચ્છરોને ઘરથી દૂર ભગાડવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. જો સાંજે ઘરમાં મચ્છરોનો આતંક વધી જાય તો તમારે પહેલા રૂમની તમામ બારી-બારણાં બંધ કરી દેવા જોઈએ અને પછી કપૂર સળગાવી દેવું જોઈએ. કપૂરનો ધુમાડો આખા રૂમમાં ફેલાવવા દો. તે પછી મેન દરવાજો ખોલો. આમ કરવાથી ધુમાડાના કારણે બધા મચ્છર ભાગી જશે.