India

માતાનો મૃતદેહ લઈને દીકરો જઈ રહ્યો હતો ઘરે, અંતિમ સંસ્કાર થાય તે પહેલા માતા થઈ ગઈ જીવતી

ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં મીનાદેવી નામની 55 વર્ષીય મહિલા રહેતી હતી. જોકે તેને શ્વાસની ગંભીર બીમારી થતાં તેને તેનો દીકરો હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરાવી રહ્યો હતો. તેની હાલત નાજુક હતી અને પરિવારના લોકોએ તેને સરકારી હોસ્પિટલમાંથી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.

પ્રાથમિક સારવાર પછી તેને ગોરખપુર ની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી અને icu માં રાખવામાં આવી. અહીં ખૂબ સારવાર કર્યા પછી ડોક્ટરોએ પણ હાર માની લીધી અને તેના દીકરાને કહી દીધું કે મહિલાને ઘરે લઈ જવા અને સેવા કરો. દીકરો જ્યારે તેની માતાને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં પોતાના ગામ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં દીકરાને થયું કે માતાનું મૃત્યુ થઈ ગયું છે.

તેણે રસ્તામાંથી જ પોતાના ઘરે ફોન કરીને કહી દીધું કે તેની માતાનું મૃત્યુ થઈ ગયું છે અને મૃતદેહ લઈને તે આવી રહ્યો છે. બીજી તરફ ગામમાં તેના પરિવારજનો એ અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી.

પરંતુ થોડી જ વખતમાં દીકરાનો ફરીથી ફોન આવ્યો અને તેણે કહ્યું કે માતા ના શ્વાસ ચાલવા લાગ્યા છે અને તે હવે તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જશે. મહિલા સહી સલામત છે તે વાત જાણીને પરિવારજનો ખુશખુશાલ થઈ ગયા.