મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં લક્ઝરી હોટેલ ખરીદી, જેની કિંમત સાંભળીને સ્તબ્ધ રહી જશો,
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ વધુ એક લક્ઝરી હોટેલ ખરીદી છે.મુકેશ અંબાણી હવે ધીમે-ધીમે હોટલ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યૂયોર્કની લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલને $ 9.81 મિલિયનમાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે.જેની ભારતીય ચલણમાં લગભગ 728 કરોડ કિંમત થાય છે.
જે કેમેન આઈલેન્ડ્સમાં સામેલ કંપની છે અને મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73.37 ટકા હિસ્સો ધરાવે છે.વર્ષ 2003 માં તૈયાર થયેલ મેન્ડરિન ઓરિએન્ટલ હોટલ ન્યૂયોર્કના 80 કોલંબસ સર્કલ ખાતે આવેલી છે.મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે.
એક વર્ષથી ઓછા સમયમાં ન્યૂયોર્કની લક્ઝરી હોટેલની આ બીજી ખરીદી છે.મુકેશ અંબાણીએ ગયા વર્ષે બ્રિટન કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટની ખરીદી કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ભવિષ્યવાણી કરી હતી કે ભારત દુનિયા ની મહત્વની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે અને રિલાયન્સ દુનિયાની સૌથી મજબૂત-પ્રતિષ્ઠિત ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી એક હશે.