નાનપણમાં જ આવી શાનદાર જિંદગી જીવે છે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી, જુઓ Z+ પર્સનલ સિક્યોરિટી સાથે…
મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કહેવાય છે. તેઓ રાજાઓ અને સમ્રાટોની જેમ જીવન જીવે છે. એટલું જ નહીં તેનો પૌત્ર પણ કોઈ રાજકુમારથી ઓછો નથી. તેમના પૌત્ર પૃથ્વી અંબાણી પણ રજવાડી જીવન જીવે છે. તેઓ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના પુત્ર છે. આવો જાણીએ આ લકી બાળક વિશે જે પહેલેથી જ લક્ઝરી લાઈફનો આનંદ માણી રહ્યા છે.
હાલમાં પૃથ્વી અંબાણી સનફ્લાવર નર્સરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલ એરા-ગેરા સ્કૂલ નથી, અહીં માત્ર અબજોપતિઓના બાળકો જ આવે છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ મલબાર હિલ્સની આ સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો હતો.
પૃથ્વીની પોતાની અંગત સુરક્ષા છે. બોડીગાર્ડ તેની આસપાસ રહે છે, જો આપને જોવા પણ માગતા હોય તો તેમને શોધી કાઢવું પણ આપના માટે મુશ્કેલ છે.
મુકેશ અંબાણીના પૌત્ર માટે કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે ડોક્ટરો 24 કલાક હજાર જોવા મળે છે. દરેક વખતે ડૉક્ટરને બેકઅપમાં રાખવામાં આવે છે. કારણ કે દરેક સમયે તેમની યોગ્ય સારવાર થાય.
મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીનો પહેલો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. દાદાએ તેમના પૌત્રના જન્મદિવસ પર ભવ્ય રીતે ખર્ચ કર્યો હતો. આમાં વિદેશી શેફ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને બોલાવવામાં આવ્યા હતા. પૃથ્વી મુંબઈ અને ભારતના પોશ હાઉસ એન્ટિલિયામાં રહે છે. અહીં તેનો આખો પરિવાર રહે છે, માતા-પિતા, દાદા દાદી અને બીજા ઘણા લોકો સાથે તે મજા કરે છે.