મસૂરીમાં વાતાવરણ થઇ ગયું છે બરફવાળું, લોકો માણી રહ્યા છે બફરની મજા
પર્વતોની મહારાણી મસૂરી એ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. અનેક પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે અને ત્યાં થઇ રહી બરફના વરસાદની મજા લઇ રહ્યા છે. જેમ જેમ ત્યાંના બરફના વરસાદ સંબંધિત સમાચાર સામે આવી રહ્યા છે કે અનેક લોકો એ તરફ જવા માટે નીકળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં સવારથી વાતાવરણ ખરાબ હતું, મસૂરી અને દેહરાદૂન સહીત રાજ્યની અનેક જગ્યાએ વરસાદ પણ થયો છે.
આ સાથે જ ચારધામ સહિત રાજ્યના ઊંચા શિખરો પણ બરફથી ઢંકાઈ ગયા છે. રાજ્યમાં શિયાળાની ઠંડી પડી રહી છે. આ ક્રમમાં શનિવારે મસૂરીના લાલતીબ્બા અને બુરાશખંડામાં ઘણો બરફ પડ્યો છે. અહીં પ્રવાસીઓ આવતા રહે છે. લાંબા સમયથી હિમવર્ષા જોવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા હતા. જેની ઈચ્છા શનિવારે પૂરી થઈ. પ્રવાસીઓ અહીં સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
મોસમ વિભાગે શનિવાર અને રવિવારે પણ આવું જ વાતાવરણ રહેશે એવી આગાહી કરી છે. વાતાવરણમાં આવેલ આ પરિવર્તનથી ત્યાં ખુબ જ ઠંડી પડી રહી છે. તમને જણાવી દઈએ કે ત્યાંના પ્રવાસીઓ આવું વાતાવરણ જોઈને ત્યાં વધુ જ રોકાઈ જવા માટે મજબુર થઇ રહ્યા છે. ત્યાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડે છે.મસૂરીના પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. હિમવર્ષાની માહિતી મળતા ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો લાલટીબ્બા પહોંચ્યા અને હિમવર્ષાની મજા માણી. તે જ સમયે, હિમવર્ષાને કારણે સફરજનની ખેતી કરનારાઓના ચહેરાઓ ખીલ્યા છે.
આ જગ્યાએ સીઝનનો બીજી વર્ણો બરફ પડ્યો છે આ જોઈને લોકો પણ ખુબ ખુશ થઇ ગયા છે. ત્યાંના રહેવાસી સ્થાનિકનું કહેવું છે કે હિમવર્ષાથી ઠંડી ભલે વધી હોય પણ ખેતી અને સફરજનના બગીચા માટે બરફ એ લાભદાયક રહ્યો છે.લાલતીબ્બા એક સુંદર પર્યટન સ્થળ છે. હિમવર્ષા બાદ આ વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર વધી ગઈ છે. તેનાથી સ્થાનિક લોકોને પણ ફાયદો થશે.હિમવર્ષાના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થતાં, આ વિસ્તારમાં ઠંડીનું મોજું પ્રકોપ વધ્યો છે.