Ajab Gajab

પત્ની બનવા માંગતી હતી માતા પણ પતિએ કરાવી લીધું હતું નસબંધીનું ઓપરેશન, તેમ છતાં મહિલા બની માતા

પતિ પત્નીનો સંબંધ બહુ નાજુક હોય છે. કહેવાય છે કે આ સંબંધનો પાયો ફક્ત અને ફક્ત વિશ્વાસ જ હોય છે. આ સંબંધમાં જ્યારે વિશ્વાસ ડગમગી જતો હોય છે ત્યારે ફક્ત સંબંધ તૂટે છે એવું નથી પણ આ સંબંધને માનવાવાળા લોકોનું દિલ પણ તૂટી જાય છે. એવામાં જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજાની એન્ટ્રી થાય છે ત્યારે સંબંધના વિશ્વાસને જ નહીં પ સંબંધને પણ બચાવવો મુશ્કેલ બને છે.

આવી જ એક વાર્તા આ મહિલાની પણ છે. જો કે હવે મહિલા પણ પોતાના આ કૃત્યથી દુખી છે. તો ચાલો જાણીએ આ મહિલાની કહાની. આ મહિલાના કહેવા પ્રમાણે, તેણે પાંચ વર્ષ પહેલા એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા, જેની નસબંધી થઈ ચૂકી હતી. વાસ્તવમાં મહિલાએ જેની સાથે લગ્ન કર્યા હતા તે યુવક પહેલાથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હતો પરંતુ અચાનક યુવકની પત્નીના મૃત્યુ બાદ તેણે આ મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન પહેલા બંને વચ્ચે એવી વાત થઈ હતી કે યુવકે નસબંધી કરાવી લીધી છે અને હવે તેને કોઈ પણ પ્રકારનું બાળક નથી જોઈતું. પરંતુ લગ્નના થોડા સમય બાદ મહિલામાં માતા બનવાની ઈચ્છા જન્મી. મા બનવાનું સુખ શું છે, દરેક મહિલા આ સારી રીતે જાણે છે. દરેક સ્ત્રી તેના જીવનમાં ઓછામાં ઓછું એકવાર આ આનંદ માણવા માંગે છે. આવી સ્થિતિમાં આ મહિલાએ પણ જીવનના આ તબક્કે માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મહિલાએ જ્યારે પોતાના પતિને પોતાની આ ઈચ્છા વિષે જણાવ્યું તો તેણે પૂછ્યું કે શું તે પોતાની નસબંધીનું ઓપરેશન ખોલાવી શકે છે. ત્યારે આ મહિલાના પતિએ ના કહી દીધું અને કહ્યું કે તેને બાળકો નથી જોઈતા. આ સાથે જ મહિલાના પતિએ એ પણ કહી દીધું કે લગ્ન સમયે બંનેએ વાત કરી હતી કે તે કોઈ બાળક જન્મ નહીં આપે.

પતિનો જવાબ સાંભળીને મહિલા ખૂબ જ દુઃખી થઈ ગઈ, ત્યારબાદ તેના પતિ સાથેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. આ દરમિયાન મહિલાએ સોશિયલ મીડિયા પર એક યુવક સાથે વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતી વખતે મહિલા આ યુવકની ખૂબ જ નજીક આવી ગઈ અને આ યુવકને બહાર પણ એકલી મળવા લાગી.

મહિલાના આ યુવક સાથે ઘણા વર્ષો પછી સંબંધ બંધાયા હતા. પરંતુ જ્યારે મહિલાને ખબર પડી કે તે બેવફા છે, ત્યારે તેણે આ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું. વાત બંધ કર્યા બાદ મહિલાને ખબર પડી કે તે ગર્ભવતી છે, તો તેના હોશ ઉડી ગયા. કારણ કે ન તો તે તેના પતિને આ વિશે કહી શકતી હતી અને ન તો તે પોતાનું બાળક ગુમાવવા માંગતી હતી.

એવામાં મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પર મદદ માંગવાની શરૂઆત કરી. આમ તો સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા કામમાં આવે છે પણ સોશિયલ મીડિયા હવે કોઈ ભટકેલાને રસ્તો પણ બતાવે છે. બસ આ જ વિચારીને હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુખ જાહેર કર્યું.

આગળ શું કરવું તે અંગે લોકોનો અભિપ્રાય પૂછતા, એક યુઝરે મહિલાને તેના પતિને સત્ય કહેવાનું કહ્યું, ભલે તે તેને છોડી દે. તેથી તેની પાસે તેનું બાળક હશે. જ્યારે એક યુઝરે એમ પણ કહ્યું હતું કે તેણીએ તેના પતિને બધુ જણાવવું જોઈએ અને માફી માંગવી જોઈએ. કદાચ તેનો પતિ તેને માફ કરશે અને તેને અને તેના બાળકને દત્તક લેશે.