BjpIndiaPolitics

NCPની બેઠકમાં 54માંથી 44 ધારાસભ્યો પહોંચ્યા, અજીત પવારને 10 ધારાસભ્યોનું જ સમર્થન ?

મહારાષ્ટ્રમાં સવારે બીજેપી સરકારના શપથ ગ્રહણ સમારોહ સામે શિવસેનાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. શિવસેનાએ બીજેપીના દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને NCPના અજિત પવારને ડેપ્યુટી સીએમ પદ માટે શપથ અપાવ્યા એ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકાર બનાવવાની તૈયારી કરતું હતું ત્યારે જ ભાજપ-એનસીપી એ શપથ લઈ લેતા શિવસેના રોષે ભરાયું છે.શપથ ગ્રહણમાં મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું હતું તેનો વિરોધ થઇ રહ્યો છે. શરદ પવારે અજિત પવારના નિર્ણયને અંગત ગણાવ્યો હતો.

NCPએ અજીત પવારની જગ્યાએ ધારાસભા પક્ષના નવા નેતાની પસંદગી માટે તૈયારીઓ કરી લીધી છે. પાર્ટી નેતા ધનંજય મુંડે પણ બેઠકમાં વાયવી ચૌહાણ સેન્ટર પહોંચ્યા હતા. અજીત તેમના ભાઇ શ્રીનિવાસના ઘરે હતા.બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સાંજે પાર્ટીના ધારાસભ્યો સાથે લલિત હોટલમાં બેઠક કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.

NCPના 9 ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેનથી ગુજરાત જવા રવાના થયા હોવાની માહિતી સામે આવી હતી.તેમાંથી અમુક શરદ પવારની બેઠકમાં પહોંચી ગયા હતા. શિવસેના નેતા એકનાથ શિંદે 2 એનસીપી ધારાસભ્યને એરપોર્ટ પરથી લઇ ગયા હતા. કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યોને સુરક્ષિત સ્થેળે મોકલી દીધા છે.