Astrology

ઘરમાં નેગેટિવ ઉર્જા થશે પુરી અને પોઝીટીવીટી સાથે ઘરમાં સ્થાયી થશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

આપણે બધા એક એવા ઘરમાં રહેવા માંગતા હોઈએ છે જે ઘરમાં શાંતિ હોય અને સુખ હોય, પણ આ વાત એ ઉપર નિર્ભર કરે છે કે ઘરમાં ઉર્જા કેવી છે. તમારી ખુશીઓ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા હોવી ખુબ જરૂરી છે. તમે વાસ્તુના અમુક નિયમ અપનાવીને તમારી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવી શકીએ છે. તેનાથી ઘરમાં રહેવાવાળાની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ સારી રહે છે. તમને વાસ્તુના અમુક ખાસ નિયમો જણાવીશું.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા પુરી કરવા માટે કાચું સમુદ્રી મીઠું રાખો. આ સિવાય જયારે પણ તમે પોતું કરો તો પાણીમાં એક ચપટી મીઠું નાખી શકો છો. જો તમને એવું લાગતું હોય કે તમે ખુબ મહેનત કરો છો પણ તમારું કામ અટકી ગયું છે અથવા તો પછી કામ તમારા ધાર્યા પ્રમાણે નથી થઇ રહ્યું તો ઘરમાં બે કપૂરની ગોળીઓ કે બે ક્યુબ રાખો અને જયારે તે સુકાઈ જાય ત્યારે તેને ફરીથી બદલી દો.

ઘરમાં વાસ્તુને કારણે  મુશ્કેલીઓ પડી રહી છે તો ઘરમાં છ કે આઠ લાકડીઓ વાળું વિન્ડ ચાઈમ્સ લગાવો. આંથી ઘરમાં સકારાત્મકતા વધે છે.ઘોડાની એવી નાળ કે જે તેની જાતે નીકળી ગઈ હોય તેને ઉપરની તરફ પોઇન્ટ કરતી હોય એ લટકાવો. કેમ કે એવું માનવામાં આવે છે કે આ નાળ એ બધી સારી ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે.ઘરના મેઈન રૂમમાં આખા પરિવારની સ્માઈલ સાથેનો ફોટો રાખો. આમ કરવાથી સંબંધમાં મીઠાસ અને મજબૂતી આવશે.

તમારા બગીચામાં સૂકા અને કદરૂપા દેખાતા વૃક્ષો અથવા સ્ટબલ ન હોવા જોઈએ. તેઓ નકારાત્મક ઉર્જા વધારે છે, જે ઘરમાં વિખવાદનું વાતાવરણ બનાવે છે.જો તમે ઘરે ફૂલોને સજાવવાના શોખીન છો, તો નોંધ લો કે તેને દરરોજ બદલતા રહેવું મહત્વપૂર્ણ છે. સૂકા ફૂલો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અવરોધે છે.

ઘરની દીવાલ કે પછી છત પર તિરાડ ના હોવી જોઈએ. આ સિવાય ઘરમાં કરોળિયાના જાળા પણ ના હોવા જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. ઘરમાં રાત્રે સુવાના સમયે બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરો અને સાથે વાઇફાઇ કનેક્ટ થઇ શકે એવા ડિવાઈઝ પણ બંધ કરી દેવા.