Astrology

Vastu Tips : આ વસ્તુ ક્યારેય પણ તકિયા નીચે ન રાખો, નહીં તો જીવનભર ગરીબ રહી જશો

Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા જીવનમાં દરેક નાની-મોટી વસ્તુનું મહત્વ હોય છે. કેટલીક એવી બાબતો છે, જો તમે વાસ્તુ અનુસાર જીવો નહીં, તો તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં વાસ્તુ દોષ (Vastu dosha) પેદા કરશે. ઉપરાંત આ કારણોને લીધે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે, તમે ગરીબ બની શકો છો. આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે.

ઘરમાં મંદિર, રસોડું બધું જ વાસ્તુ પ્રમાણે હોવું જોઈએ. આવું કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી પરિવાર વચ્ચેના સંબંધો સારા રહે છે. વળી, પૈસાની ક્યારેય અછત નથી રહેતી.સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ (Watch) ને ક્યારેય પણ તકિયા નીચે ન રાખવી જોઈએ.

સૂતી વખતે તકિયા નીચે ઘડિયાળ રાખવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સાથે જ તેમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોને કારણે આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે. તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવે છે. કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે વાસ્તુશાસ્ત્રમાં આ ચર્ચા હતી. આશા છે કે આ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમને ચોક્કસ ફાયદો થશે.

આ પણ વાંચો: Copper sun: યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં તાંબાના સૂર્યને ગણાવ્યા છે ઉત્તમ

આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સ!!!જો ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં છે તો જરૂરથી કરો આ કાર્ય