Uncategorized

NHIDCL માં વિવિધ પદો પર ભરતી જાહેર, ₹2.75 લાખ સુધી મળશે પગાર

nhidcl recruitment 2026

નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL Recruitment 2026) દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાતો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં 45 વર્ષ સુધીના અનુભવી ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને પદ અનુસાર ₹70,000 થી લઈને ₹2,75,000 સુધીનો આકર્ષક માસિક પગાર મળશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 18 માર્ચથી શરૂ થઈ ચૂકી છે અને 14 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે.

ખાલી જગ્યાઓની માહિતી:NHIDCL દ્વારા કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ટેક્નિકલ અને લીગલ વિભાગમાં Associate, Senior Associate અને Consultant પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉપરાંત ફાઇનાન્સ, IT અને HR વિભાગમાં પણ સિનિયર એસોસિએટ અને કન્સલ્ટન્ટ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત (Eligibility):
કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ માટે ઉમેદવાર પાસે IIT/NITમાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા માસ્ટર્સ ડિગ્રી હોવી જરૂરી છે. ફાઇનાન્સ વિભાગ માટે M.Com, CA, CMA અથવા MBA (Finance) સાથે 9થી 15 વર્ષનો અનુભવ આવશ્યક છે (ખાસ કરીને Consultant પદ માટે). લીગલ વિભાગ માટે LLB/LLM અને અન્ય વિભાગો માટે સંબંધિત ક્ષેત્રની ડિગ્રી ફરજિયાત છે.

વય મર્યાદા અને પગાર (Salary):
આ ભરતીમાં પદ અનુસાર 30 થી 45 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પગારની વાત કરીએ તો Associate પદ માટે અંદાજે ₹70,000 થી ₹80,000, Senior Associate માટે ₹80,000 થી ₹1,50,000 અને Consultant માટે ₹1,50,000 થી ₹2,75,000 સુધીનો પગાર મળશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process):
ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગથી કરવામાં આવશે. ત્યારબાદ સ્ક્રીનિંગ અને સિલેક્શન કમિટી દ્વારા લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન (Group Discussion) અને પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

ઇચ્છુક ઉમેદવારો NHIDCLના સત્તાવાર “Resource Pool Portal” પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2026 છે, તેથી સમયમર્યાદા પહેલા અરજી કરવી જરૂરી છે.