દિલ્હી: નિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાના અંતિમ ચુકાદાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે આ કેસ સાથે જોડાયેલી કેટલીક નવી માહિતી બહાર આવી રહી છે. દિલ્હીની તિહાડ જેલ નંબર -3 માં ફાંસી રૂમમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે તો બીજી તરફ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે સંભવિત જ્લ્લાદોને પણ સતર્ક રહેવા અને ઓછું બોલવાની સૂચના અપાઈ છે.
શનિવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જલ્લાદ પવનએ કહ્યું કે જ્યાં સુધી નિર્ભયા હત્યાકાંડના ચાર ગુનેગારોની ફાંસીની સજા અંગે કોઈ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી હું મોબાઇલ અથવા મીડિયા પર વધુ વાત કરીશ નહીં.એક સવાલના જવાબમાં પવનએ કહ્યું કર ખરેખર, હું આજ સુધી મીડિયા સાથે ખુલીને વાત કરતો હતો. હું પણ ઈચ્છું છું કે હું નિર્ભયાના હત્યારાઓને ફાંસી પર લટકાવુ. મામલો ખૂબ સંવેદનશીલ છે. જ્યારથી તિહાર જેલ પ્રશાસને ગુપ્ત રીતે વાતચીત શરૂ કરી છે ત્યારથી મારા પર ઘણી મર્યાદાઓ લગાવવામાં આવી છે.
પવનએ કહ્યું એ મેરઠ જેલના અધિકારીઓએ સલાહ આપી છે કે મારે હવે થોડા દિવસો વધારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ. ભીડથી દૂર રહો. મારે શહેરની બહાર ક્યાંય જવું ન જોઈએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવાયું છે.પવનએ વધુમાં કહ્યું, ‘તેમણે (મેરઠ જેલના કેટલાક અધિકારીઓ) મને થોડા દિવસો માટે ખૂબ સતર્ક રહેવા જણાવ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે મારી સલામતી અંગે મારે ખૂબ સાવધ રહેવું જોઈએ. ઉપરથી કોઈ આદેશ આવે તેવી પ્રબળ સંભાવના છે.
શું મેરઠ જેલના લોકોએ પણ નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપવાની તૈયારીઓ અંગે કોઈ સંકેત આપ્યા છે? જલ્લાદ પવનએ કહ્યું, ‘ના, મેં નિર્ભયા ઘટનાનું નામ નથી લીધું. પરંતુ મીડિયામાં જે રીતે સમાચાર ચાલી રહ્યા છે, તેવું લાગે છે કે મેરઠ જેલના લોકોએ મને આ મામલે સાવધ રહેવાનું કહ્યું છે.
પવનએ આગળ કહ્યું, ‘મારે કોઈ તૈયારી કરવાની જરૂર નથી. ડેથ વોરંટના સમાચાર મળતાં જ તિહાર જેલ પહોંચ્યા પછી, ચાર ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે મારે ફક્ત 45 મિનિટની જરૂર છે. મેં મીડિયા અહેવાલો સાંભળ્યા છે, જોયા છે અને વાંચ્યા છે કે કે ફાંસી માટેની રસ્સીઓ તૈયાર થઇ રહી છે.એક ફાંસી આપનાર ચાર આરોપીઓને એકસાથે કેવી રીતે લટકાવી શકશે, જ્યારે મૃત્યુ દંડ અંગે કોર્ટની અંતિમ મહોર બાદ ચારેયને એક સાથે ફાંસી આપવાની જરૂર રહેશે? પવન જલ્લાદ બોલ્યો, ચારેયને એકસાથે લટકાવીશ.\
પછી એક પછી એક, હું બંને હાથ પાછળની બાજુ બાંધીશ, પછી દોરડાથી બંને પગ. ગળા પર રસ્સી બાંધીંને ચારેયને ઉભા કરીશ. જયારે જેલર રૂમાલ ફરકાવીને ઈશારો કરશે ત્યારે હું ચારેયના ફંદાનુ લીવર ખેંચીશ.અડધો કલાક અથવા 45 મિનિટ પછી મૃતદેહની તપાસ કરવા હું અને ડોક્ટર સૌપ્રથમ અંદર જઈશું.તેમણે જણાવ્યું કે જ્યારે ડોકટરો અને જલ્લાદ ચારેયના મૃત્યુની પુષ્ટિ કરે ત્યારે રૂમમાં લાઈટ ચાલુ કરવામાં આવશે. તે પછી, જલ્લાદ અને ડોકટરના કહયા બાદ જેલર આવશે અને જરૂરી કાગળની કાર્યવાહી કરશે.