BjpIndiaNarendra Modi

ફાંસી ની તારીખ પાછળ જતા નિર્ભયાની માતા ભાજપ પર ગુસ્સે થઇ, મોદીને કહ્યું આવું

નિર્ભયાની માતાએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં વારંવાર વિલંબ થતાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે. આપ અને ભાજપનું નામ લીધા વિના નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે, જ્યારે 2012 માં તેમની પુત્રી સાથે ઘટના બની હતી ત્યારે આ બંને પક્ષના લોકોએ તેના માથા પર કાળી પટ્ટી લગાવી હતી અને હાથમાં ત્રિરંગો લઈને પ્રદર્શન કર્યું હતું.

લગભગ સાત વર્ષથી પોતાની પુત્રી માટે ન્યાયની લડત ચલાવી રહેલી નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે 2012 માં, જે લોકોએ બ્લેક બેલ્ટ બાંધ્યો હતો અને તિરંગો લહેરાવ્યો હતો તે તેમની પુત્રીની મૃત્યુ સાથે ખેલ રમી રહયા છે. નિર્ભયાની માતાએ કહ્યું કે કોઈ કહી રહ્યું છે કે આપએ ફાંસી અટકાવી છે, કોઈ કહે છે કે અમને પોલીસ આપો, અમે બે દિવસમાં બતાવી દઈશું.

દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હી પોલીસ આપ સરકારને બે દિવસ માટે આપવામાં આવે, અમે નિર્ભયાના આરોપીને ફાંસી આપીશું. આ અગાઉ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિર્ભયા દોષીઓને ફાંસી આપવામાં મોડા પડવા પાછળ AAP સરકારની બેદરકારી છે.

આશા દેવીએ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી અને કહ્યું હતું કે તેમણે નિર્ભયાને ન્યાય અપાવો. આશા દેવીએ કહ્યું કે, “પીએમ મોદી તમે 2014માં કહ્યું હતું કે બહુત હુઆ નારી પે વાર અબ કી બાર મોદી સરકાર. સર, હું હાથ જોડીને કહેવા માંગુ છું કે તમે ફરીથી સરકારમા આવ્યા છો , તમે જે રીતે હજારો કામ કર્યા, 370 ધારા હટાવી, તો આ કાનૂન પર પણ સંશોધન કરો.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના ચાર આરોપીઓ માટે નવી ડેથ વોરંટ કોર્ટ જાહેર કરી છે. ચારેય દોષિતોને હવે 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પહેલા ચાર દોષિત વિનય, મુકેશ, પવન અને અક્ષયને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી.