ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીને કર્યું એવું કામ તેને જાણીને તમે પણ કરશો તેમના વખાણ…..
ગુજરાતના સોનુ સૂદ તરીકે જાણીતા ખજૂરભાઈ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં બન્યા રહે છે. કેમ કે તેમના દ્વારા કરવામાં લોકો માટે કરવામાં આવી રહેલી સેવાઓ આપણે બધા જાણીએ જ છીએ. જ્યારે ખજુરભાઈ છેલ્લા ઘણા મહિનાઓથી દુખીયાઓના મોઢા પર સ્મિત લાવવાનું કામ કરતા રહે છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે, ગુજરાતમાં ખજૂરભાઈ તેમના ઉદરાતાભર્યા કામોને લઈને ચર્ચામાં બન્યા રહે છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા અને યૂટ્યુબ પર તે પ્રખ્યાત ચેહરામાંથી એક રહેલ છે.
એવામાં આજે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ગોંડલ જેતપુર રોડ સંઢીયા પુલ પાસે રહેનાર 9 દિવ્યાંગ બાળકોના હીરો બની ગયા છે. સરાણીયા પરિવાર છેલ્લા 30 વર્ષથી અહીં ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા હતા. ત્રણ પરિવારમાં 9 દિવ્યાંગ બાળકો રહેલા હતા. તે ક્યાંય ચાલ્યા જાયને તે માતા-પિતા દ્વારા તેમને બાંધીને રાખવામાં આવી રહ્યા હતા.
નોંધનીય છે કે, ખજૂરભાઈના સંપર્કમાં આ પરિવાર આવી ગયો હતો અને મકાન બનાવી આપવાની મદદ માંગવામાં આવી હતી. નીતિનભાઈ જાની દ્વારા માજીની રજુઆત સાંભળી અને સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ નીતિનભાઈ જાની દ્વારા મનો દિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. છેલ્લા 7 દિવસથી દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવવામાં આવ્યું છે. અંદાજીત 6 થી 7 લાખના ખર્ચ પર આ પરિવારને ત્રણ ઘર બનાવી દેવામાં આવ્યા છે.
તેની સાથે આજે મનો દિવ્યાંગ બાળકો તેમજ પરિવાર સાથે રીબીન કાપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીતિન જાની દ્વારા ગણપતિજીની પૂજા પણ કરવામાં આવી હતી અને મનો દિવ્યાંગ બાળકો સાથે ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઘરમાં બાળકો છૂટથી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી ફિટ પણ કરવામાં આવી છે તેમજ મકાનમાં ફરતે હવા ઉજાસનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. તેમજ ઘરમાં ઇલેક્ટ્રિક સિટીથી માંડી તમામ સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. ઘરમાં કબાટ, શેટી, ગાદલા, ઘરની દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્યની છબી પણ રાખવામાં આવી છે.