InternationalNews

ઓડી,લેમ્બોર્ગિની,પોર્શે જેવી મોંઘી ગાડીઓ લઈ જતા માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ,

પોર્શે,લેમ્બોર્ગિની,ઓડી,GTI, Golf R જેવી મોંઘી-મોંઘી લક્ઝરી કારથી ભરેલ ફેલિસિટી એસ નામના માલવાહક જહાજમાં ગત સપ્તાહે આગ લાગી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર,આ મોંઘી લક્ઝરી કાર ફોક્સવેગન ગ્રુપની હોવાનું સામે આવ્યું છે.આ એટલાન્ટિક મહાસાગરથી જહાજ જર્મનીથી અમેરિકા જઈ રહ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે આ માલવાહક જહાજમાં આગ લાગી હતી, નેવીના નિવેદન અનુસાર,પોર્ટુગીઝ નેવી અને એરફોર્સ દ્વારા જહાજના ૨૨ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને આ લોકોને સ્થાનિક હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યારે માલવાહક જહાજને ખલાસીઓથી ખાલી કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે આ જહાજ ૬૫૦ ફૂટ લાંબુ હતું.માલવાહક જહાજમાં લગભગ ૪,૦૦૦ કાર સવાર હતી,જેમાં ૧,૧૦૦ પોર્શે અને ૧૮૯ બેન્ટલી કાર હોવાનું જાણવા મળ્યું છે.કંપનીના કેટલાક ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી બન્યું. ૨૦૧૯ માં,ગ્રાન્ડે અમેરિકા જહાજમાં આગ લાગી હતી,તે સમયે જહાજમાં ૨,૦૦૦ થી વધુ કાર ડૂબી ગઈ હતી.