IndiaNews

Unlimited કૉલિંગ, માત્ર 155 રૂપિયામાં 2GB ડેટા, જાણો Jio, Airtel અને VIની ઑફર્સ

Jio, Airtel અને Vodafone Idea દેશની ત્રણ અગ્રણી ટેલિકોમ કંપનીઓ છે. આજે અમે તમને આ ત્રણ કંપનીઓના 155 રૂપિયાના પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ પ્લાન્સની સૌથી ખાસ વાત એ છે કે આમાં તમને લાંબી વેલિડિટી મળે છે. જો તમે ઓછો ડેટા વાપરો છો, તો 155 રૂપિયાનો પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ Jio, Airtel અને Vi ગ્રાહકોને 155 રૂપિયામાં શું ઓફર કરે છે.

Jioનો 155 રૂપિયાનો પ્લાન:Jioના રિચાર્જ પ્લાનની યાદીમાં ઘણા પ્લાન ઉપલબ્ધ છે. આ લિસ્ટમાં 155 રૂપિયાનો પ્લાન પણ છે જે યુઝર્સ માટે એકદમ સસ્તી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં તમે 28 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ કરી શકો છો. આમાં તમને કુલ 300 SMS મળશે. જો કે, આ પ્લાનમાં આખા મહિના માટે માત્ર 2GB ડેટા ઉપલબ્ધ છે.

Airtel નો 155 રૂપિયાનો પ્લાન:એરટેલના 155 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને આખા 24 દિવસ માટે માત્ર 1 GB ડેટા મળે છે. તમે 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. જો તેના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો તેમાં તમને કુલ 300 SMS પણ મળે છે. આ પ્લાનમાં તમને Hellotunes અને Wynk Music સબસ્ક્રિપ્શન પણ મળશે.

Vi નો 155 રૂપિયાનો પ્લાન: Vodafone Ideaના 155 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસની વેલિડિટી મળે છે, આ પ્લાનમાં તમને કુલ 1GB ડેટા મળે છે અને 24 દિવસ માટે 300 SMS પણ મળે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ મળે છે.