ઓમિક્રોન વાયરસના લક્ષણોનું લિસ્ટ થઇ રહ્યું છે લાબું, આ લક્ષણો દેખાય તો ચેતી જજો અને ધ્યાન રાખજો,
કોરોના દિવસે-દિવસે વધતો જાય છે,અત્યારે આપણે રોજના કેસ જોઈએ તો ગઈ કાલે ૨૧,૦૦૦ કેસ સામે આવ્યા હતા.કોરોનાના વધતા મામલામાં હાલમાં કોઈ રાહત જોવા મળી રહી નથી.કોરોનાના મોટાભાગના દર્દી ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે. ઓમિક્રોનના લક્ષણોમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે.દરેક દર્દીઓમાં આ લક્ષણ અલગ અલગ રીતે સામે આવે છે.
આરોગ્ય નિષ્ણાતો લોકોને ઓમિક્રોનના દરેક લક્ષણો વિશે જણાવી રહ્યા છે જેથી સમયસર તેની સારવાર કરી શકાય.જો કે,આમાં કેટલાક લોકોને શરદી,ઉધરસ અને ગળામાં દુખાવા,માથાનો દુખાવો જેવી સમસ્યા થાય છે,પરંતુ કોરોના માટે આ લક્ષણો આટલે સુધી જ મર્યાદિત નથી.આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન શ્વસન સંક્રમણ ઉપરાંત તમારા પેટને પણ અસર કરી શકે છે.
વધુમાં જણાવીએ તો એપોલો હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન સ્પેશ્યાલિસ્ટ સ્યામાસિસ બંદોપાધ્યાયે જણાવ્યું કે,ઓમિક્રોન હજુ સુધી ઘાતક દેખાયો નથી અને તેના સામાન્ય લક્ષણો ગળામાં ખરાશ-બળતરા,કફ,શરદી સંક્રમિત થવાનું સૂચવે છે.
ઓમિક્રોનના લક્ષણોમાં વાત કરીએ તો માથાનો દુઃખાવો,નાકમાંથી પાણી વહેવુ,થાક લાગવો,છીંક આવવી,ગળામાં ખરાશ,ઉધરસ,ઠંડી લાગવી,તાવ,ચક્કર આવવા,સ્વાદ-સુગંધ ન આવવા,આંખોમાં દુઃખાવો,ભૂખ ન લાગવી સુગંધ ન અનુભવાવી,છાતીમાં દુઃખાવો,અશક્તિ આ બધા લક્ષણો છે.