બેફામ બનેલા ડમ્પરે પ્રાંતિજ ના સાદોલીયા પાસે બાઈકને અડફેટે લેતાં એકનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સાબરકાંઠાના પ્રાંતિજ થી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, પ્રાંતિજના સાદોલિયા પાસે ડમ્પર ટ્રક ના ચાલક અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ ડમ્પર ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનાને લીધે મૃતકના પરિવાર માં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ ઘટનામાં પ્રાંતિજના સાદોલિયા પાસે બેફામ દોડતા ડમ્પર ટ્રક દ્વારા બાઈકને અડફેટે લેતા બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેમ છતાં અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.
તેની સાથે જણાવી દઈએ કે, અકસ્માતમાં જીવ ગુમાવનાર બાઈક ચાલક યુવાન ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડને ત્રણ વર્ષનો પુત્ર છે અને તેમની પત્ની ગર્ભવતી રહેલી છે. આમ ચેતન સિંહના પરિવાર સહિત વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે અરવિંદસિંહ રાઠોડ ને ગંભીર ઈજાઓ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.