IndiaUP

અતીક-અશરફની હત્યાનો એક હત્યારો આ મોટા સંગઠનનો નેતા નીકળ્યો…..

માફિયામાંથી રાજકારણમાં આવેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાને લઈને દરરોજ નવી-નવી જાણકારીઓ સામે આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે યુપીના પ્રયાગરાજમાં પોલીસની હાજરીમાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. એવામાં હવે આ ઘટના બાદ હત્યારાઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

આરોપીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, માફિયા અતીકનો નાતો પાકિસ્તાન સાથે રહેલો હતો. તેણે અને તેની ગેંગમાં રહેલા સભ્યોએ અનેક નિર્દોશ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન હડપવા માટે હત્યા કરતો રહેતો હતો અને વિરોધમાં સાક્ષી આપનારા લોકોને પણ તે છોડતો નહોતો. તેનો ભાઈ અશરફ પણ આવું કરતો રહેતો હતો માટે અમે બંનેને મારી નાખ્યા હતા.

ત્રણેય આરોપીઓની વાત કરીએ તો આરોપી અલગ અલગ કેસમાં પહેલા પણ જેલની હવા ખાઈ ચુક્યા છે. પોલીસ દ્વારા તે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ ઘુસી આવ્યા હતા. તેમની સ્થાનિક લોકોમાં મદદ કોને કરી હતી. આ સિવાય લવલેશ તિવારી બાંદા, સની જૂના હમીરપુર અને અરુણ મૌર્ય કાસગંજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

લવલેશ તિવારીના નામ આરોપીની વાત કરીએ તો તે બજરંગ દળનો નેતા હોવાનું સામે આવ્યું છે. તેની ફેસબુક પ્રોફાઇલ મુજબ તે બજરંગ દળનો જિલ્લા પ્રમુખ હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે બીજો આરોપી સની સિંઘ વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાનું સામે આવ્યું છે. હમીરપુર જિલ્લામાં તેના વિરુદ્ધ આ કેસ પણ નોંધાયા છે. તે લખનૌ યુનિવર્સિટીમાં ભણતો હતો પરંતુ B.A. ના પ્રથમ વર્ષમાં જ તેણે અભ્યાસ છોડી દીધો હતો અને એક યુવતીની છેડતીના કેસમાં તે જેલની હવા ખાઈ ચુક્યો છે. આ સિવાય સિંહ હમીરપુર જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર ગુનેગાર રહેલ છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ તારીખના વરસાદી માહોલ બનશે

આ પણ વાંચો: વડોદરામાં દર્દનાક ઘટના, પત્નીએ આત્મહત્યા કરી તો પતિએ ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો: અમદાવાદના અંબિકા દાળવડા સેન્ટરને કરવામાં આવ્યું સીલ, જાણો શું છે મામલો?

તેની સાથે ત્રીજા આરોપી અરુણ મૌર્યના પિતા અને માતા હયાત નથી. તેના કાકા અને કાકી કાસગંજ જિલ્લાના ગામમાં રહેલા છે. અરુણ મૌર્ય ઉર્ફે કાલિયા 15 વર્ષ અગાઉ ગામ છોડીને ચાલ્યો ગયો હતો અને તે ક્યારેય ગામમાં પરત ફર્યો નથી. તેમના કાકા મેઘસિંહ મૌર્ય તેમના પરિવાર સાથે ગામમાં વસવાટ કરે છે.